• Gujarati News
  • Business
  • Faster Positive Growth Can Be Seen If Research And Innovation Are Given Priority: Nripesh Shah

આફતમાં અવસર:રિસર્ચ અને ઇનોવેશનને પ્રાધાન્ય આપવામાં આવે તો ઝડપી પોઝિટિવ ગ્રોથ જોવા મળે : નૃપેશ શાહ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇનપુટ કોસ્ટ બમણી વધવા છતાં ડોમેસ્ટિક-નિકાસમાંગથી વૃદ્ધિ

કોરોના બાદ દેશભરના મોટાભાગના તમામ સેક્ટરને અસર પડી હતી જોકે છેલ્લા એક વર્ષમાં સ્થાનિક તેમજ નિકાસ માગના સપોર્ટના કારણે મજબૂત સ્થિતી જોવા મળી છે. સિમ્ફની લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નૃપેશ શાહે જણાવ્યું કે કંપનીના મજબૂત ગ્રોથનું મુખ્ય કારણ આરએન્ડડી અને ઇનોવેશન પર આધારિત છે.

અમારી કંપની વૈશ્વિક સ્તરે પ્રોડક્ટની માગને ધ્યાનમાં રાખી રિસર્ચ અને ઇનોવેશન પાછળ સૌથી વધુ ખર્ચ કરી રહી છે જેના કારણે પ્રિ કોવિડ સ્તરથી આગળ આવ્યા છીએ. વૈશ્વિક બજારમાં ઉપસ્થિતી સતત મજબૂત બની રહી છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં પહેલી વખત સ્વતંત્ર અને સંગઠિત વેચાણમાં અનુક્રમે 30 ટકા અને 13 ટકાનો વૃદ્ધિ હાંસલ કરી છે. કંપની આગામી ટુંકાગાળામાં મેન્યુફેક્ચરિગ ક્ષમતા વધારવા માટે વિસ્તરણની યોજના ઘડી રહી છે. કંપની કોર્મશિયલ તેમજ રેસીડેન્શિયલમાં એરકુલરમાં વૈશ્વિક સ્તરે નામના ધરાવે છે. કોપર, સ્ટીલ, એલ્યુમિનિયમ તથા પ્લાસ્ટિક જેવી વસ્તુઓની કિંમતો છેલ્લા એક વર્ષમાં બમણી વધી છે તેની સામે તૈયાર પ્રોડક્ટની કિંમતમાં માત્ર 5-8 ટકાનો જ વધારો કરવામાં આવ્યો છે.

લાર્જ સ્પેસ વેન્ટિ-કૂલિંગ વ્યવસાય નવા મોડલ, બહોળા વિતરણ નેટવર્ક અને ઉત્પાદનનું નિર્માણ કરવાની પ્રક્રિયાને સ્વદેશી બનાવીને મજબૂત પોઝિશન ધરાવે છે. કંપનીને “ગ્રેટ પ્લેસ ટૂ વર્ક” સર્ટિફિકેશન મેળવ્યું છે અને તમામ કામગીરીઓમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષે છે. સ્થાનિક અને વૈશ્વિક ડી2સી તથા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સમાં રોકાણને વેગ આપશે.

ડોલરની મજબૂતીથી નિકાસ વેપારમાં વૃદ્ધિ
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં થયેલા ઘસારાનો ફાયદો મળ્યો છે. અમારી કંપનીની પ્રોડક્ટમાં કાચા માલમાં વપરાતી વસ્તુઓનો આયાતી હિસ્સો માત્ર 3-4 ટકા જ છે જ્યારે કુલ ઉત્પાદનની તૈયાર પ્રોડક્ટનો નિકાસ હિસ્સો સરેરાશ 50 ટકા છે. નિકાસ વેપારને વેગ મળતા અને ડોલરની મજબૂતીથી ફાયદો મળ્યો છે. અમેરિકા, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરમાં ડી2સી અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ શરૂ થયા હતા. તે સંપૂર્ણ કાર્યકારી સહાયો તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મોડલ્સ દ્વારા કામગીરી વધારવાની ઊંચી સંભવિતતા ધરાવે છે.

ડી2સી અને ઇ-કોમર્સે વેચાણમાં વૃદ્ધિને સપોર્ટ કર્યો
સ્થાનિક અને વૈશ્વિક ડી2સી તથા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાનું તથા અદ્યતન ઉત્પાદનો અને આંતરિક પ્રક્રિયાઓ માટે ટેકનોલોજી અને ટૂલ્સનો ઉપયોગ કરવાનું જાળવી રાખ્યું છે. કાચા માલ અને ફ્રેઇટ ખર્ચમાં અસાધારણ રીતે વધારો થવા છતાં સ્વતંત્ર ધોરણે કુલ માર્જિન 50.6% (Q1FY20 : 50.1%) છે અને સંગઠિત ધોરણે કુલ માર્જિન 45.6% જૂન, 2019ના ત્રિમાસિક ગાળા (કોવિડ પૂર્વે) કરતાં વધારે હતું. સાધારણ ટ્રેડ, આધુનિક ટ્રેડ, રિજનલ ચેઇન ફોર્મેટ, ડી2સી અને ઇ-કોમર્સ વગેરે તમામ ચેનલ્સ તથા ગ્રામીણ બજારોએ સારી કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...