પોઝિટીવ ટ્રેન્ડ:સ્થાનિક રોકાણકારોનું વિદેશી ફંડ કરતાં ઇક્વિટીમાં હોલ્ડિંગમાં ઝડપી વૃદ્ધિ

મુંબઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાંથી વિશ્વના તમામ માર્કેટ પોઝિટીવ ટ્રેન્ડ આવ્યા હતા પરંતુ ચાલુ કેલેન્ડર વર્ષમાં રશિયા-યુક્રેન યુધ્ધે ફરી વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે જેની અસર ઇક્વિટી માર્કેટ ઉપરાંત અન્ય રોકાણલક્ષી માધ્યમો પર જોવા મળી છે. પરંતુ સ્થાનિક રોકાણકારો દ્વારા વિદેશી ફંડ કરતા ઇક્વિટીમાં હોલ્ડિંગ ખરાબ માહોલમા પણ વધ્યું છે.

વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન સ્થાનિક રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં હોલ્ડિંગ વધ્યું છે જે 75 કંપનીઓમાં વિદેશી ફંડના હોલ્ડિંગ કરતાં પણ વધુ છે. વર્ષ 2010 બાદ પ્રથમવાર આ હોલ્ડિંગમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. વોલ સ્ટ્રીટ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર સ્થાનિક રોકાણકારો દ્વારા જૂન 2022માં મ્યુચ્યુઅલ ફંડ અને સ્થાનિક ક્ષેત્રે હોલ્ડિંગ 720 બેસિસ પોઇન્ટ (bps) વધીને 25.6 ટકા નોંધાયું છે, જ્યારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા હોલ્ડિંગ 230 બેસિસ પોઇન્ટ (bps) ઘટીને 24.8 ટકા જોવા મળ્યું છે.

માત્ર જૂન મહિનાના ક્વાર્ટર દરમિયાન જ સ્થાનિક ઓનરશિપમાં 90 bpsનો વધારો જ્યારે FPI દ્વારા 75 કંપનીઓમાં ઓનરશિપ 84 bps ઘટી છે જે માર્કેટ કેપની દૃષ્ટિએ સૌથી મોટી કંપનીઓ છે. ડિસેમ્બર 2014થી 75 કંપનીઓમાં FPIની ઓનરશિપમાં 232 bps પોઇન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને વાર્ષિક સ્તરે 263 bps જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજી તરફ 2014થી પ્રમોટર્સનું હોલ્ડિંગ વાર્ષિક સ્તરે 20 bps ઘટ્યું છે, અનુક્રમે 5 bps અને 326 બીપીએસનો કુલ ઘટાડો થયો છે.

બીજી તરફ વર્ષ 2014થી આ કંપનીઓમાં નાણાકીય સંસ્થાઓનું હોલ્ડિંગ અનુક્રમે 39 બીપીએસ અને 64 બીપીએસ વધ્યું છે અને 17 બીપીએસ જેટલું ઘટ્યું છે. બીજી તરફ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાં આ જ સમયગાળા દરમિયાન હોલ્ડિંગ અનુક્રમે 49 bps, 144 bps અને 580 bps વધ્યું છે.

સ્થાનિક અને રિટેલ રોકાણકારોની વાત કરીએ તો હોલ્ડિંગ અનુક્રમે વધીને 1 bps, 36 bps અને 157 bps વધ્યું છે. વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં રોકાણ સતત ઘટી રહ્યું છે. વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી છેલ્લા આઠ માસથી સતત ફંડ પાછુ ખેંચ્યું છે પરંતુ તેની સામે સ્થાનિક રોકાણકારોએ સતત ધીમી ગતીએ રોકાણ જાળવ્યું હતું.

FPIની ઓનરશિપમાં પણ સતત ઘટાડો
સપ્ટેમ્બર 2021માં 26.9 ટકાના વધારા બાદથી FPIની ઓનરશિપમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ડિસેમ્બર 2021માં તે ઘટીને 26.4 ટકા અને માર્ચ 2022માં તે ઘટીને 25.6 ટકા રહ્યું હતું. જૂન 2022માં 24.8 ટકા રહી હતી.

અન્ય સમાચારો પણ છે...