તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Farmers Will Be Able To Get Premium Price Of Produce From Sale Anytime, Anywhere Following The Announcement Of PMO With The Help Of FPO To Get Premium Price Of Produce.

નવો કન્સેપ્ટ:ખેડૂતો ઉપજના પ્રીમિયમ ભાવ મેળવવા FPOના સહારે, PMOની જાહેરાતના પગલે ગમે ત્યારે, ગમે ત્યાં વેચાણથી ઉપજના પ્રીમિયમ ભાવ મેળવી શકશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો લાંબા સમયથી ઉપજના પુરતા ભાવ મેળવવા માટે ઝઝુમતા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ગમે ત્યારે ગમે ત્યાં માલ વેચી શકશે તેવી જાહેરાતથી ખેડૂતોને ફાયદો થયો છે. સરકારના આ નિર્ણયથી વચેટીયા કડી નાબુદ થશે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખેડૂત મંડળી આકાર પામી રહી છે.

ખેડૂત મંડળી તરીકે ઓળખાતા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) ગુજરાતમાં મોટા ભાગના જિલ્લા-તાલુકા લેવલે બનવા લાગ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ રજીસ્ટર્ડ 4200થી વધુ એફપીઓ છે જેમાં ગુજરાતમાં 171 છે. જોકે ગુજરાતમાં ન નોંધાયેલા એફપીઓ મળીને કુલ 400થી વધુ મંડળીઓ કામકરી રહી છે. ખેડૂત મંડળીઓમાં ખેડૂત માલ વેચતા સરેરાશ 15-20 ટકાનો ફાયદો મળી રહ્યો છે. ખેડૂત મંડળીમાં ખેડૂત જ ચેરમેન, સેક્રેટરી તેમજ ઓર્ગેનાઇઝેશનની જવાબદારીઓ નિભાવી રહ્યાં છે. વધુ ભાવ મેળવવા માટે ખેડૂત મંડળી એક્સચેન્જોમાં પણ માલની ડિલિવરી કરવા લાગ્યા છે.

ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) એટલે કે ખેડૂત ઉત્પાદક કંપની ખેડૂતોનો એક સમૂહ. જે કૃષિ ઉત્પાદન કાર્યમાં કામ કરે છે અને કૃષિ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ ચલાવે છે. ખેડૂત સમૂહ બનાવીને કંપની એક્ટમાં રજીસ્ટર કરાવી શકાય છે. દેશમાં આશરે પાંચ હજાર એફપીઓ રજીસ્ટર્ડ છે. સરકાર તેને પ્રોસ્તાહન આપવા માગે છે. ટ્રેડરો-વેપારીઓ-નિકાસકારોને બલ્કમાં માલ જોઇતો હોય ત્યારે ખેડૂત મંડળી દ્વારા માલનું વેચાણ કરી સારા ભાવ મેળવી શકે છે. આમ ખેડૂત-ટ્રેડર (ખરીદનાર) એમ બન્નેને ફાયદો મળે.

કેન્દ્રીય કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના મતે 10 હજાર નવા એફપીઓ 2019-20થી લઇને 2023-24 સુધી બનાવવામા આવશે. તેનાથી ખેડૂતોની સામૂહિક શક્તિ વધશે. કોરોના મહામારી સમયે જ્યારે માર્કેટિંગ યાર્ડો પણ બંધ હતા ત્યારે બનાસ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશને તામીલનાડુમાં 30 મેટ્રિક ટન જીરૂનો વેપાર કર્યો હતો જેનાથી મોટા ભાગના ખેડૂતોને આવકનો સ્ત્રોત જળવાઇ રહ્યો હતો એટલું જ નહિં ધારણા કરતા વધુ પણ ભાવ મળ્યા હતા.

હાઇલાઇટ્સ

  • 4235દેશમાં કુલ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) રજિસ્ટર્ડ સંખ્યા
  • 10લાખથી વધુ ખેડૂતો એફપીઓ સાથે જોડાયેલ
  • 300થી વધુ એફપીઓ યુ.પી, એમ.પી અને બેંગાળમાં
  • 171 ગુજરાતમાં રજિસ્ટર્ડ એફપીઓ, સતત વધતો કારોબાર
  • 32હજાર ટનથી વધુનું ટ્રેડિંગ એફપીઓ દ્વારા એક્સચેન્જો પર

ગુજરાતમાંથી ખેડૂત દ્વારા સૌથી મોટો 50 લાખનો પહેલો સોદો જીરુમાં
બનાસ એફપીઓના મેનેજર દિલિપ સુથારે કહ્યું- ગમે ત્યાં અને ગમે ત્યારે ખેડૂત માલ વેચી શકશે તેવી જાહેરાતના પગલે ગુજરાતના ખેડૂત મંડળી દ્વારા પહેલો સોદો થયો છે. ખેડૂત મંડળી દ્વારા પાટણમાંથી બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા જીરૂમાં તામીલનાડુમાં 30-35 મેટ્રિક ટન એટલે કે 46-50 લાખ રૂપિયાનો પહેલો સોદો થયો છે. સરકારના આ પ્રોત્સાહક નિર્ણયના પગલે ખેડૂતોને પોતાની ગુણવત્તાવાળા માલોના પ્રિમિયમ ભાવ મળતા થશે.

બનાસ એફપીઓનું ટર્નઓવર 25 કરોડ લઇ જવાનો લક્ષ્યાંક
બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ. ના ચેરમેન કરસનભાઇ જાડેજાએ કહ્યું- બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં અત્યારે 1500 જેટલા ખેડૂતોનો સમુહ છે. રાધનપુર જિલ્લામાં જીરૂ, એંરડા અને ગવારમાં અમારી એફપીઓ મોટું કામ કરી રહી છે. ગતવર્ષે 4.5 કરોડનું ટર્નઓવર મેળવ્યું છે જે આગામી વર્ષ 2021-22માં 25 કરોડ સુધી ટર્નઓવર લઇ જવાનો લક્ષ્યાંક છે. તેમજ 2500થી વધુ ખેડૂતોને સાંકળી લેવાની ધારણા છે. હવે વચેટીયા કડી નાબુદ કરીશું અને ખેડૂતોને પ્રિમિયમ ભાવ અપાવીશું તે અમારો ઉદ્દેશ્ય છે.

માર્કેટ યાર્ડ કરતાં ખેડૂતોને 15-20% વધુ ભાવ
ખેડૂતો પોતાના માલો માર્કેટ યાર્ડમાં વેચવા જાય ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, કમિશન, માર્કેટ સેસ જેવા અનેક ખર્ચાનો બોજો વેઠવો પડે છે તેમજ ગુણવત્તાવાળા માલોમાં પણ સારા ભાવ મેળવવા માટે ઝઝુમવુ પડે છે તેની સામે ખેડૂત મંડળીમાં ખેડૂતોને પોતાની ગુણવત્તા મુજબ પુરતા ભાવ મળે છે. ખેડૂતના આડકતરા ખર્ચ સાથે સરેરાશ કુલ 15-20 ટકા ઉપજના વધુ ભાવ મળી રહ્યાં છે.

દેશમાં રજીસ્ટર્ડ FPOની સ્થિતિ

રાજ્યFPOખેડૂત સંખ્યા
ઉત્તરપ્રદેશ36237780
મધ્યપ્રદેશ36169313
ઓરીસ્સા32540511
રાજસ્થાન29647314
મહારાષ્ટ્ર23929007
ગુજરાત17139797
તેલંગાણા30024782

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો