તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદાય લઇ રહેલાં વિક્રમ સંવત 2076 દરમિયાન સેફ હેવન ગણાતાં સોનામાં 33.67 ટકા જ્યારે ચાંદીમાં 35.10 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તેની સરખામણીએ સૌથી વધુ જોખમી છતાં સૌથી વધુ રિટર્ન આપવા માટે જાણીતા શેરબજારોમાં ઇન્ડાઇસિસ આધારીત રિટર્ન જોઇએ તો સેન્સેક્સમાં 11 ટકા જ્યારે નિફ્ટીમાં 9.80 ટકાની વૃદ્ધિ થઇ છે. બીએસઇ માર્કેટકેપમાં રૂ. 20.80 લાખ કરોડની વૃદ્ધિ થઇ છે.
બીએસઇ સેન્સેક્સ વિક્રમ સંવત 2075ના અંતે 39058.06 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તે વિક્રમ સંવત 2076 દરમિયાન 25639 પોઇન્ટની બોટમ નોંધાવ્યા બાદ સતત સુધારામાં એક તબક્કે 43708 પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ આંબી ગયા બાદ વર્ષાન્તે 43443 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેફ હેવન ગણાતું સોનું વિક્રમ સંવત 2076 દરમિયાન તા. 7 ઓગસ્ટના રોજ રૂ. 58500ની ઐતિહાસિક ટોચે આંબી ગયું હતું. જ્યારે ચાંદી એજ દિવસે રૂ. 73000ની નવી ટોચે પહોંચી ગઇ હતી. ત્યારબાદ કરેક્શનમાં ગુરુવારે સોનું રૂ. 52800 અને ચાંદી રૂ. 63500ની સપાટીએ રહ્યા હતાં.
શેરબજાર, સોના-ચાંદીમાં છૂટ્યું ડબલ ડિજિટ રિટર્ન
વિગત | 25 ઓક્ટો | 13 નવે. | #ERROR! | #ERROR! |
સેન્સેક્સ | 39058 | 43443 | 4385 | 11 |
નિફ્ટી | 11584 | 12720 | 1,136 | 9.8 |
માર્કેટકેપ* | 139.41 | 168.32 | 28.91 | 20.8 |
સોનું(રૂ.) | 39500 | 52800 | 13300 | 33.67 |
ચાંદી(રૂ.) | 47000 | 63500 | 16500 | 35.1 |
ડોલર/રૂપિ | 70.84 | 74.62 | -3.78 | -5.34 |
(*આંકડા રૂ. લાખ કરોડમાં, સ્રોત: બીએસઇ, એનએસઇ)
ડોલર સામે રૂપિયો 5.34 ટકા નરમ
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો રૂ. 3.78 (5.34 ટકા) નરમાઇ સાથે રૂ. 74.64ની નીચી સપાટીએ બંધ રહ્યો છે.
સેન્સેક્સ 45000, સોનું 65000, ચાંદી 87000 થઇ શકે
વિક્રમ સંવત 2077 દરમિયાન બીએસઇ સેન્સેક્સ 45000 પોઇન્ટ થવાની ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સની ધારણા છે. જ્યારે સોનું રૂ. 65000 અને ચાંદી રૂ. 87000 ટચ થવાની બુલિયન માર્કેટના અગ્રણીઓ ધારણા સેવી રહ્યા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.