પગલું યોગ્ય:F&O માર્જિન નિયમોની ડેડલાઈનમાં વધારો રોકાણકારના હિતમાં: નિષ્ણાતો

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફ્યુચર એન્ડ ઓપ્શન્સ માટે ટ્રેડર્સ માટે 50 ટકા કેશ માર્જિન નિયમના અમલીકરણને 28 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવાનો સેબીનો નિર્ણય રોકાણકારોને સેગ્રિગેશન અને મોનિટરિંગની નવી પ્રક્રિયામાં એડજસ્ટ થવામાં મદદ કરશે. ઓપરેશનલ ઈશ્યૂઓના કારણે ડેડલાઈનમાં વધારો કરવાની માગ કરતાં રોકાણકારોએ સેબીના આ પગલાને આવકાર્યો છે. સેબીએ મંગળવારે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડર્સ માટે 50 ટકા કેશ-માર્જિન નિયમના અમલીકરણ માટે 28 ફેબ્રુઆરી, 2022 સુધીની સમયમર્યાદા લંબાવી હતી.

અગાઉની અંતિમ તારીખ 1 ડિસેમ્બર, 2021 હતી. સેબીએ જણાવ્યું હતું કે, રોકાણકારો દ્વારા મળેલી રજૂઆતોના આધારે નક્કી કરવામાં આવ્યું છે કે અગાઉના પરિપત્રની જોગવાઈ 1 ડિસેમ્બર, 2021ના બદલે 28 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવશે.

પેટીએમ મનીના સીઈઓ વરુણ શ્રીધરે જણાવ્યું હતું કે સેબીનું આ પગલું યોગ્ય છે કારણ કે આનાથી MII સહિત રોકાણકારો સેગ્રિગેશન અને મોનિટરિંગની નવી પ્રક્રિયા માટે તેના દ્વારા વિકસિત સિસ્ટમનું પરીક્ષણ અને સ્ટેબલ કરવામાં મદદ મળશે. રોકાણકારોની નવી જરૂરિયાતોને અનુરૂપ થશે.

નવો નિયમ વ્યવહારિક રૂપે શક્ય નથી
સેબીના નિર્ણયને આવકારતાં ટ્રેડસ્માર્ટના ચેરમેન વિજય સિંઘાનિયાએ જણાવ્યું હતુ કે, નવા નિયમના અમલીકરણમાં મોટો પડકાર પ્રેક્ટિકલ નોલેજનો અભાવ છે. નવા નિયમમાં કેશ, એફએન્ડઓ, કરન્સી સહિતના વિભિન્ન સેગમેન્ટમાં ક્લાયન્ટ ફંડના સેગ્રિગેશન કરવાની જરૂર છે. તેમજ તેને ક્લિયરિંગ કોર્પોરેશમાં અપલોડ કરવા નિર્દેશ કર્યો છે. જે વ્યવહારિક રૂપે શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...