તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોં મીઠું કરો:દેશમાંથી ખાંડની નિકાસ 47.5 લાખ ટનને આંબી : AISTA

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી સિઝનમાં ખાંડનો શરૂઆતનો સ્ટોક 95 લાખ ટન રહેશે

દેશમાંથી ચાલુ વર્ષે ખાંડની નિકાસને વેગ મળ્યો છે. વૈશ્વિક સ્તરે ખાંડના નીચા ભાવના કારણે નિકાસ વેપાર વધ્યાં છે આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલ સબસિડીની પણ પોઝિટીવ અસર જોવા મળી હતી. ખાંડ સિઝન સપ્ટેમ્બરના અંત માટેના 2020-21 માર્કેટિંગ વર્ષમાં અત્યાર સુધીમાં 47.5 લાખ ટન ખાંડની નિકાસ થઇ ચૂકી છે.

જેમાં મહત્તમ શિપમેન્ટ ઇન્ડોનેશિયામાં થયા હોવાનું વેપાર સંગઠન એઆઈએસટીએએ જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશનએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સુગર મિલ્સ દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં ખાદ્ય મંત્રાલયે રજૂ કરેલા 60 લાખ ટનના નિકાસ ક્વોટા સામે અત્યાર સુધીમાં 59 લાખ ટનના નિકાસ કરારો સંપન્ન થઇ ચૂક્યા છે. આ ઉપરાંત વધારાના 4.30 લાખ ટન ખાંડ સબસિડી વિના ઓજીએલ (ઓપન જનરલ લાઇસન્સ) હેઠળ કરાર કરવામાં આવી છે.

દેશમાંથી સૌથી વધુ નિકાસ ઇરાનમાં થતી હતી પરંતુ આ વર્ષે ઈરાનમાં ખાંડની નિકાસ નહિંવત્ માત્રામાં રહી છે. જૂનમાં અંદાજે 6982 ટન ખાંડ ઇરાન મોકલવામાં આવી હતી. સુગર માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. મિલોએ 1 જાન્યુઆરીથી 6 જુલાઈ, 2021 સુધીમાં કુલ 47.5 લાખ ટન ખાંડની નિકાસ કરી છે.

અત્યાર સુધીમાં કરવામાં આવેલી કુલ નિકાસમાંથી, આ વર્ષે અત્યાર સુધીમાં 15.8 લાખ ટન જેટલી નિકાસ વધુ કરવામાં આવી છે. અફઘાનિસ્તાન 5,82,776 ટન અને યુએઈમાં 4,47,097 ટન અને શ્રીલંકામાં 363972 ટનની નિકાસ થઇ છે.

આશરે 2,73,365 ટન ખાંડની નિકાસ થવાની બાકી છે. આ ઉપરાંત648993 ટન ખાંડ પરિવહનમાં છે. એઆઈએસટીએના અધ્યક્ષ પ્રફુલ વિઠ્ઠલાનીના જણાવ્યા મુજબ, ભારતની કુલ નિકાસ 67 લાખ ટનને ક્રોસ થવાની ધારણા છે. તેમાંથી 7 લાખ ટન ઓજીએલ હેઠળ રહેશે. તેમણે નોંધ્યું કે સ્થાનિક ખાંડનું બજાર સ્થિર રહેવાની સંભાવના છે.

નવી 2021-2022 સીઝન માટે ખાંડનો શરૂઆતનો સ્ટોક 90 થી 95 લાખ ટનની રેન્જમાં રહેવાની ધારણા છે. ખાંડનું ઉત્પાદન અનુમાન કરતા વધુ છે જેના કારણે નિકાસને પ્રાધાન્ય આપવું પડે તેમ છે. વૈશ્વિક બજારમાં ભાવ કેવા રહે છે તેના પર પણ નિકાસનો મુખ્ય આધાર રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...