• Gujarati News
  • Business
  • Exports Of Passenger Vehicles Increased By 43 Per Cent, With Maruti Demanding The Most

સપ્લાય પડકારો વચ્ચે પ્રગતિ:પેસેન્જર વાહનોની નિકાસ 43 ટકા વધી, મારુતિની માંગ સૌથી વધુ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2,01,036 યુટિલિટી વાહનો નિકાસ થયા, 46% વૃદ્ધિ

સેમી કંડક્ટર ચીપ્સની અછત તેમજ સ્થાનિક સ્તરે સપ્લાય પડકારો વચ્ચે ગત નાણાકીય વર્ષમાં પેસેન્જર વાહનોની નિકાસ 43 ટકા વધી છે. જેમાં સૌથી વધુ મારૂતિ સુઝુકીની 2.3 લાખ ગાડીઓ નિકાસ થઈ હતી. સિયામના આંકડાઓ અનુસાર, 2021-22માં કુલ 5,77,875 પેસેન્જર વાહનોની નિકાસ થઈ હતી. જે 2020-21માં 4,04,397 યુનિટ રહી હતી.

યુટિલિટી વાહનોની નિકાસ 46 ટકા વધી 2,01,036 યુનિટ નોંધાઈ હતી. 2020-21માં 1648 સામે ગત નાણા વર્ષમાં 1853 વાન નિકાસ થઈ હતી. નિકાસોમાં મારૂતિ સુઝુકી ઈન્ડિયા અગ્રણી રહી છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા અને કિઆ ઈન્ડિયા બીજા અને ત્રીજા ક્રમે રહી છે. મારૂતિ સુઝુકીએ અગાઉના વર્ષે 94938 યુનિટ નિકાસ સામે ગતવર્ષે 2,35670 પેસેન્જર વાહનોની નિકાસ કરી છે. વૈશ્વિક બજારોમાં બલેનો, ડિઝાયર, સ્વિફ્ટ, એસ-પ્રેસો, બ્રેઝાની માગ વધુ રહી છે. મારૂતિ લેટિન અમેરિકા, એશિયન, આફ્રિકા, અને મધ્ય-પૂર્વીય દેશોમાં નિકાસ બજાર ધરાવે છે.

નિકાસ આધારિત વાહનો માટે સેમીકંડક્ટરની ઉપલબ્ધતા અને માગ રહેતાં નિકાસો વધી હોવાનું મારૂતિ સુઝુકીના સીઈઓ અને ડિરેક્ટર હિસાશી ટાકેઉશીએ જણાવ્યુ છે. વેચાણ અને સર્વિસ નેટવર્કની પહોંચ, પ્રોડક્ટ ઓફરિંગ, તેમજ ઈનોવેટિવ આઈડિયા સાથે પ્રોડક્શન છેલ્લા બે વર્ષથી નિકાસોને વેગ આપી રહ્યો છે. ટોયોટા અને સુઝુકીની ભાગીદારી વેચાણોમાં વધારો કરવામા મદદરૂપ રહી છે.

રેનોએ 24117 અને હોન્ડા ઈન્ડિયાએ 19323 યુનિટ નિકાસ કરી હતી. સેમી કંડક્ટર ચીપ્સની અછતના કારણે કારના ઉત્પાદનો ગત નાણાકીય વર્ષમાં છ ટકા ઘટ્યા છે. હોલસેલ કારના ઉત્પાદનો 2020-21માં 18620233 યુનિટ સામે 2021-22માં 17513596 યુનિટ થયા છે. કોમોડિટીની વધતી કિંમતો, NBS-VI ઉત્સર્જન ધોરણો અને ફરજિયાત ABSને કારણે છેલ્લા 3-4 વર્ષમાં ટુ-વ્હીલર ખરીદવાના ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...