દેશની મર્ચેન્ડાઈઝ નિકાસો સતત વધી રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, કેમિકલ્સ જેવા સેક્ટર્સના મજબૂત પર્ફોર્મન્સના પગલે એપ્રિલમાં નિકાસો 30.7 ટકા વધી 40.19 અબજ ડોલર થઈ છે. બીજી બાજુ આયાતો પણ 30.97 ટકા વૃદ્ધિ સાથે 60.3 અબજ ડોલર રહી છે. વેપાર ખાધ એપ્રિલ, 2021માં 15.29 અબજ ડોલર સામે વધી 20.11 અબજ ડોલર થઈ છે.
ગત નાણાકીય વર્ષમાં રેકોર્ડ નિકાસો નોંધાયા બાદ એપ્રિલમાં પણ પોઝિટીવ ટ્રેન્ડ સાથે પ્રથમ વખત નિકાસ 40 અબજ ડોલર થઈ છે. એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસો 15.38 ટકા વધી 9.2 અબજ ડોલર રહી છે. સર્વિસિઝ સેગમેન્ટમાં 27.60 અબજ ડોલરની નિકાસ થઈ છે.
દેશની કુલ (મર્ચેન્ડાઈઝ+સર્વિસિઝ) નિકાસ 38.90 ટકા વધી રેકોર્ડ 67.90 અબજ ડોલર થઈ છે. જો કે, એપ્રિલમાં કુલ નિકાસના અંદાજ 75.87 અબજ ડોલર કરતાં ઓછી છે. નોન પેટ્રોલિયમ અને નોન-જેમ્સ અને જ્વેલરી નિકાસ 28.46 અબજ ડોલર (19.89 ટકા વૃદ્ધિ) રહી છે. જે ગતવર્ષે 23.74 અબજ ડોલર હતી.
ક્રૂડ આયાત વધી, પેટ્રોલિયમની નિકાસ ઘટી
ઈંધણના ભાવો વધી રહ્યા હોવા છતાં ક્રૂડ ઓઈલની માગ રહી છે. પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઈલની આયાતો એપ્રિલમાં 87.54 ટકા વધી 20.2 અબજ ડોલર રહી છે. બીજી બાજુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 113.21 ટકા ઘટી 7.73 અબજ ડોલર થઈ હતી. કોલસો, કોક અને બ્રિકેટ્સની આયાત 2 અબજ ડોલર સામે ત્રણ ગણી વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.