RBIએ ભારતીયોના વિદેશમાં થનારા ખર્ચ પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં સામે આવ્યું છે કે 2022-23ના શરૂઆતના 9 મહિનાઓમાં જ વિદેશમાં હરવા-ફરવા માટે કુલ 81,508 કરોડ રૂપિયા મોકલ્યા છે. આ રકમ 2021-22ના બધા 12 મહિનાઓની સરખામણીએ 44% વધ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ રકમ પ્રી-કોવિડ સ્તર, એટલે 2019ના મુકાબલે પણ 107% વધારો નોંધાયો છે.
RBIની રિપોર્ટમાં બીજી ચોંકાવનારી એ વાત બહાર આવી છે કે વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા નાણાં માત્ર એક વર્ષમાં 50% ઘટી ગયા છે. કોવિડ પહેલાના સ્તરની સરખામણીમાં 28% ઓછા રેમિટન્સ પણ મોકલવામાં આવ્યા હતા. આનો અર્થ એ નથી કે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અથવા તેમના શિક્ષણનો ખર્ચ ઘટ્યો છે. તેના બદલે, મોટાભાગના વિદ્યાર્થીઓએ કોરોનાને કારણે ભારત પરત ફરવું પડ્યું હતું.
નિષ્ણાતોના મતે વિકસિત દેશોમાં અભ્યાસ માટે વિઝા મેળવવામાં સમસ્યાઓ છે. વધતી જતી મોંઘવારી અને વ્યાજ દરોને કારણે વિકસિત દેશોમાં નોકરીની સંભાવનાઓ પણ કોવિડ પહેલાના સ્તરથી ઘટી ગઈ છે, તેથી વિદ્યાર્થીઓનો રસ ઓછો થયો છે.
એજ્યુકેશન લોન નવી આસમાને
કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા એક જવાબ પ્રમાણે, 2021-22માં એજ્યુકેશન લોન વર્ષના આધાર પર 68.2% વધીને 7,576 કરોડ થઈ ગઈ. જે એક વર્ષ પહેલા 4,503 કરોડ રૂપિયા હતી. સાથે જ બેંકના એજ્યુકેશન લોન પોર્ટફોલિયોમાં વિદેશમાં ભણવા માટે લોનની ભાગીદારી 50% સુધી પહોંચી ગઈ છે. આ ગત વર્ષે માત્ર 26% હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.