એસેટ ક્લાસ:મોટી કંપનીઓના અધિકારીઓનું સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ વધ્યું

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટાર્ટઅપ્સ માટે એન્જલ ઈન્વેસ્ટમેન્ટની વાત કરતાં હોઈએ ત્યારે રતન તાતા અથવા સચિન બંસલ જેવા અબજોપતિના નામ યાદ આવે છે. પરંતુ હવે એન્જલ ઈન્વેસ્ટમેન્ટની ભૂમિકા મોટી કંપનીઓના ટોચના અધિકારીઓ સુધી પહોંચી છે. મોટી કંપનીના સીઈઓ, સીએફઓ, અને સીટીઓ જેવા અધિકારીઓ ભવિષ્યમાં સફળતાની ખાતરી ધરાવતા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરી રહ્યા છે.

તેઓ માને છે કે, ફાઈનાન્સિયલ સપોર્ટ યોગ્ય સ્ટાર્ટઅપને સફળ કંપની બનાવી શકે છે. જેનાથી ભવિષ્યમાં અવિરત કમાણી થશે. હજારો સીએક્સઓએ એન્જલ ફંડ્સ મારફત સ્ટાર્ટઅપ્સમાં રોકાણ વધાર્યા છે.

એજન્લ પ્લેટફોર્મ ઈન્ફ્લેક્શન પોઈન્ટ વેન્ચર્સના આંકડાઓ અનુસાર, આશરે 3500 સીએક્સઓએ 80થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યુ છે. આ વર્ષે વધુ 60 સ્ટાર્ટઅપ્સમાં રૂ.155 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. જેમાં વિપ્રો કન્ઝ્યુમર કેયરના સીએફઓ દીપક ચંદ્રન, ઈનઓર્બિટ મોલ્સના સીએફઓ નિખિલ ખન્ના જેવા નામ સામેલ છે. IPVના કો-ફાઉન્ડર અંકુર મિત્તલના મતે સીએક્સઓ બિઝનેસને સારી રીતે સમજે છે. તેઓ સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સની ક્ષમતા તેમજ કંપની ચલાવવા મામલે તેમની કુશળતાને પારખી શકે છે.

બમણું રિટર્ન મળતાં CXOનું આકર્ષણ વધ્યું
સ્ટાર્ટઅપમાં સીએક્સઓની પાર્ટનરશિપથી નવા ઉદ્યમીઓને મૂડી અને પ્રોફેશનલ્સનો અનુભવ મળ્યો છે. જ્યારે સીએક્સઓને રોકાણ માટે ઉત્તમ પ્લેટફોર્મ મળ્યુ છે, જેનાથી તેઓ બમણી કમાણી કરી શકે છે. આઈપીવીના આંકડા અનુસાર, 20 ટકાથી વધુ સીએક્સઓએ છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ સ્ટાર્ટઅપ્સમાં વાર્ષિક રૂ. 15 લાખનું સરેરાશ રોકાણ કર્યું છે.

નવી એસેટ ક્લાસ તરીકે ઉભરી આવી

  • રોકાણકારો માટે સ્ટાર્ટઅપ એવી એસેટ ક્લાસ છે, જે ઝડપથી રૂપિયા કમાવી આપશે.
  • સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર માટે સીએક્સઓ પાસેથી મૂડી મળવાનો અર્થ લોંગ ટર્મ ફંડિગ છે.

સીએક્સઓ કોમ્યુનિટી સામાન્ય રીતે રિયલ એસ્ટેટ, શેર બજાર, અને ગોલ્ડમાં રોકાણ કરે છે. સ્ટાર્ટઅપ્સમાં રિટર્ન વધુ રહ્યા છે. જેના લીધે નવી એસેટ ક્લાસ સ્વરૂપે સ્વીકારી રોકાણ વધારી રહ્યા છે. > અંકુર મિત્તલ, કો-ફાઉન્ડર, ઈન્ફ્લેક્શન પોઈન્ટ વેન્ચર્સ