• Gujarati News
  • Business
  • Every Time Is Right To Invest, It Is Very Important For An Investor To Make An Informed Decision: Amphi

ટ્રેન્ડ:રોકાણ કરવા માટે દરેક સમય યોગ્ય, રોકાણકારે સૂઝ પ્રમાણે નિર્ણય લેવો અત્યંત જરૂરી : એમ્ફી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદીને નજરઅંદાજ કરીને લાંબા ગાળાના રિટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

ફંડ મેનેજર એક મર્યાદા કરતા વધુ જોખમ લઇ શકતા નથી જેને કારણે ક્યારેક રિટર્ન અપેક્ષા કરતાં ઓછું રહે છે. પરંતુ માર્કેટમાં કડાકા સમયે પણ નુકસાન ઓછુ થાય છે. રોકાણકારોએ માર્કેટમાં મંદીને નજરઅંદાજ કરીને લાંબા ગાળાના રિટર્ન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના CEO એન.એસ વેંકટેશ ભાસ્કરના ભીમ સિંહ સાથે રોકાણનાં કેટલાંક પાસાંઓ અંગે જણાવી રહ્યાં છે. ચાલો તેના મુખ્ય અંશો વાંચીએ.

  • દેશમાં ઇન્ડેક્સ ફંડ જેવા પેસિવ ફંડની લોકપ્રિયતા કેમ વધી રહી છે?

મુખ્યત્વે ઇક્વિટી ફંડમાં ટ્રેન્ડ છે. જેના બે મુખ્ય કારણો તાજેતરના વર્ષોમાં શેરમાર્કેટમાં વોલેટિલિટી વધવી અને પેસિવ ફંડનો ઓછો ખર્ચ છે. વાસ્તવમાં રોકાણકારોને માર્કેટમાં જોખમ વધ્યું હોવાનું લાગે છે. આ વચ્ચે તેમને રિટર્ન ઘટવાની આશંકા છે. જેને કારણે રોકાણનો ખર્ચ ઓછો રાખવા માંગે છે. પેસિવ સ્કીમ્સમાં ફંડ મેનેજરોની ભૂમિકા ઓછી હોવાથી, તેનો ખર્ચ પણ ઓછો હોય છે.

  • તાજેતરના દોરમાં ફંડ ઑફ ફંડ્સમાં રોકાણ કેટલું યોગ્ય છે?

દેશમાં આ પ્રકારના ફંડને કેટલાક અંશે સફળતા મળતી જોવા મળી રહી છે. પરંતુ જો તમે આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ઇટીએફમાં સીધુ રોકાણ કરવા ઇચ્છુક નથી તો ફંડ ઑફ ફંડ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. તાજેતરમાં ઇક્વિટી માર્કેટમાં કરેક્શનનું કારણ? આ ટ્રેન્ડ ક્યારે બદલાશે? પ્રોફિટ બુકિંગને કારણે માર્કેટમાં કરેક્શન છે. જે રોકાણકારોને જોરદાર રિટર્ન મળી રહ્યું છે અથવા ટાર્ગેટની કિંમત મળી રહી છે તે એક્ઝિટ કરી રહ્યાં છે. મારા મતે તહેવારો દરમિયાન ઑક્ટોબર-નવેમ્બરથી ઇક્વિટી પ્રવાહ વધે તેવી શક્યતા છે.

  • મોટા ભાગની મ્યુ.ફંડ સ્કીમ્સ બેંચમાર્કટને આઉટપરફોર્મ કરવામાં નિષ્ફળ કેમ છે?

તેનું એક કારણ એ છે કે ફંડ મેનેજર એક મર્યાદા કરતા વધુ જોખમ ન ઉઠાવી શકે. અંતે તો રોકાણકારો માર્કેટના જોખમને ઘટાડવા માટે જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. જેને કારણે જ્યારે માર્કેટમાં વોલેટિલિટી હોય છે ત્યારે કેટલાક ફંડનું રિટર્ન બેંચમાર્ક અર્થાત્ ટોપ પરફોર્મિંગ શેર્સના ઇન્ડેક્સથી ઓછુ થઇ જાય છે.

  • બોન્ડ ફંડ હવે ઓછાં ફાયદાકારક હોય છે?

તેનો કોઇ સમયગાળો હોતો નથી. કેટલાક નિશ્વિત સમયગાળામાં બોન્ડ શ્રેષ્ઠ અથવા નબળુ પ્રદર્શન કરી શકે છે, પરંતુ તે નાના સમયગાળા માટે હશે. એટલા માટે જ તમારે એવા ફંડમાં રોકાણ કરવું છે તો સમય ન જુઓ.

  • રોકાણકારોને શું સલાહ આપશો?

રોકાણ માટે યોગ્ય સમયની પ્રતિક્ષા ન કરવી જોઇએ. આ નિર્ણય રોકાણકારોની પોતાની સ્થિતિ અને જરૂરિયાત અનુરૂપ હોવો જોઇએ. તે ઉપરાંત તમે રોકાણ કર્યું છે તો માર્કેટમાં કડાકો અથવા તેજીના સમયે તેમાંથી એક્ઝિટ કરી લેવી હિતાવહ નથી. દરેક મહિનાનું નિશ્વિત રોકાણ એટલે કે SIP બંધ કરવાનું પણ ન વિચારો. જ્યારે તમારું લક્ષ્ય પરિપૂર્ણ થઇ જાય ત્યારે જ આ પ્રકારનો નિર્ણય લો.

અન્ય સમાચારો પણ છે...