• Gujarati News
  • Business
  • Even In The Recession, 51 Lakh New Investors Joined The Mutual Fund, An Increase Of 32 Million Over The Year

મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃત્તિ:મંદીમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં 51 લાખ નવા રોકાણકારો જોડાયા,વર્ષમાં સંખ્યા 3.2 કરોડ વધી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારી, આર્થિક કટોકટી, ઇક્વિટી માર્કેટમાં સતત ઘટાડો છતાં મ્યુ.ફંડ્સમાં રોકાણકારો વધ્યા

રોકાણમુદ્દે છેલ્લા બે વર્ષથી પરિસ્થિતી સતત ખરાબ થઇ રહી છે. મહામારી, આર્થિક કટોકટી, ઇક્વિટી માર્કેટમાં સતત ઘટાડો છતાં મ્યુ.ફંડ્સમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃત્તિ તેમજ ડિજિટાઈઝેશન મારફત સરળ વ્યવહારોને કારણે એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં જૂન ત્રિમાસિક દરમિયાન વધુ નવા 51 લાખ રોકાણકારો જોડાયા છે.

આ સાથે ઈન્ડસ્ટ્રીમાં કુલ 13.46 કરોડ રોકાણકારો ખાતા ખોલાવ્યા છે. જો કે, અગાઉ માર્ચ ત્રિમાસિકમાં 93 લાખ એકાઉન્ટસ ખૂલ્યા હતા. છેલ્લા એક વર્ષમાં કુલ 3.2 કરોડ નવા ફોલિયો જોડાયા હોવાનું એમ્ફી (એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા)એ જણાવ્યુ હતુ. તાજેતરના આંકડા માર્કેટમાં મોટાપાયે વોલેટિલિટીના કારણે હવે રોકાણકારો સુરક્ષિત અને લોંગ ટર્મ દ્રષ્ટિકોણ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળ્યા હોવાનો સંકેત આપે છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે જિયો-પોલિટિકલ ક્રાઈસિસ, વધતી મોંઘવારી, બોન્ડ યિલ્ડમાં વધારો તેમજ ફેડ રિઝર્વ સહિત સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરોમાં વધારો જેવા પરિબળોના કારણે માર્કેટ પર અસર થવાની ભીતિ એલએક્સએમઈના મની કોચ પ્રિયા અગ્રવાલે જણાવ્યુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફોલિયોની સંખ્યામાં વધારો જારી રહેવાનો આશાવાદ છે. 43 ફંડ હાઉસના ફોલિયોની સંખ્યા જૂનના અંતે 13.46 કરોડે પહોંચી હતી. જે માર્ચમાં 12.95 કરોડ હતી.

ઈક્વિટી ફંડ્સમાં સૌથી વધુ રોકાણ નોંધાયું
મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો અને રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. રિટેલ રોકાણકારોએ ઈક્વિટી ફંડ્સમાં 15 હજાર કરોડથી વધુ રોકાણ કર્યુ છે. 51 લાખ નવા ફોલિયોમાં 35 લાખ ફોલિયો ઈક્વિટી આધારિત સ્કીમ્સમાં રોકાણ ધરાવે છે. ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણકારોના ખાતાની સંખ્યા 8.63 કરોડથી વધી 8.98 કરોડ થઈ હતી.

ડેટ ફંડ્સમાં ઈન્વેસ્ટર ઘટ્યા: ડેટ સ્કીમ્સમાં ફોલિયોની સંખ્યા જૂન ત્રિમાસિકમાં 2.43 લાખ ઘટી 73.65 લાખ થઈ છે. લિક્વિડમાં 17.5 લાખ ફોલિયો, લો ડ્યુરેશનમાં 10.14 લાખ, કોર્પોરેટ બોન્ડમાં 6.38 લાખ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સમાં 6.15 લાખ અને ઓવરનાઈટમાં 6.11 લાખ ફોલિયો નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...