ચિપની ચિંતા:નવા વર્ષમાં પણ ચિપની અછત યથાવત્ રહેશેઃ સરવે

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક સ્તરે કાર ઉત્પાદન અને સેન્સરનો ઉપયોગ કરતાં અન્ય ઉદ્યોગોને ગયા વર્ષે અસર કરતી ચીપની અછત નવા વર્ષમાં પણ યથાવત રહેવાની ભીતિ રેટિંગ એજન્સી મૂડીઝ એનાલિટિક્સે આપી છે. પરંતુ પરિસ્થિતિ ગતવર્ષ જેટલી ખરાબ રહેશે નહીં. મૂડીઝના અહેવાલ મુજબ, કોરોનાના નવા વેરિયન્ટના ઝડપી વધતા કેસો છતાં, મલેશિયા, વિયેતનામ, તાઇવાન, કોરિયા અને જાપાનમાં વેકિસનેશન મોટાપાયે થતાં સેમિકન્ડક્ટરના સપ્લાય પર અસર થવાની સંભાવના ઓછી છે.

ઉત્પાદનને પણ ઓછી અસર થવાની ધારણા છે. આ દેશોમાં રસીકરણથી ઉત્પાદનમાં વિક્ષેપ પડવાની શક્યતા નથી. 2021ના મધ્યમાં ડેલ્ટા વેવના કારણે અછત સર્જાઈ હતી. ચીપની માંગ સતત વધી રહી હોવાથી સેમિકન્ડક્ટર ઉત્પાદકોએ તેમની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, વિશ્વભરની સરકારો ચીપ મેન્યુફેક્ચરિંગ માટે સ્થાનિક ક્ષમતા બનાવવાની યોજનાઓ પર કામ કરી રહી છે.

ભારતે ચિપ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહક યોજના લાગુ કરી છે. ભારતે મુખ્ય સેમિકન્ડક્ટર ઉત્પાદકોને આકર્ષવા માટે એક નવી યોજનાની પણ જાહેરાત કરી છે. ખાસ કરીને તાઈવાન સાથે મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી રહ્યું છે. તાઈવાન, કોરિયા અને ચીનના મુખ્ય ચીપ ઉત્પાદકોએ પણ સ્થાનિક સ્તરે કામગીરી વિસ્તારવાની યોજના જાહેર કરી છે. છેલ્લા એક વર્ષમાં ચીપ ઉત્પાદકોના મૂડી ખર્ચમાં 15 ટકાનો વધારો થયો છે અને 2022માં પણ સમાન વૃદ્ધિની અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...