તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Even At The Time Of The Epidemic, Startups Raised More Than Rs 90,000 Crore In The First Six Months

ભાસ્કર ખાસ:મહામારીના સમયમાં પણ સ્ટાર્ટઅપ્સે પ્રથમ છ માસમાં 90 હજાર કરોડથી વધુનું ફંડ એકત્ર કર્યું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિકોર્ન લિસ્ટમાં 16 નવા સ્ટાર્ટઅપ્સ જોડાયા, નાણાકીય ખેંચ દૂર થઇ

ભારતીય સ્ટાર્ટઅપ્સે વેન્ચર કેપિટલ અને પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ પાસેથી ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં 12.1 અબજ ડોલર (રૂ. 90.37 કરોડથી વધુ)નું ફંડ એકત્ર કર્યુ છે. વેન્ચર ઈન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર, ગત કેલેન્ડર વર્ષમાં એકત્રિત ફંડ કરતાં 1 અબજ ડોલર વધુ છે. કોવિડ-19 મહામારીના કારણે ઉદ્યોગો ડિજિટલ ટેક્નોલોજી ઝડપથી અપનાવી રહ્યા છે.

પરિણામે ડિજિટલ ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સમાં રોકાણો વધ્યા છે. છેલ્લા છ માસમાં 100 મિલિયન ડોલરનુ રોકાણ જોવા મળ્યુ છે. બાયજુમાં 1 અબજ ડોલર, સ્વિગીમાં 800 મિલિયન ડોલર અને ઝોમેટોમાં 576 મિલિયન ડોલરનુ ફંડ એકત્ર કર્યુ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ 31 ડિલ્સ થઈ હતી. જેમાંથી 9 સ્ટાર્ટઅપ્સમાં 100 મિલિયન ડોલરથી વધુની ડિલ્સ જોવા મળી છે. 30 જૂનના અંત સુધી છ માસમાં 382 વીસી ડીલ્સ મારફત 12.1 અબજ ડોલરનુ ફંડ એકત્ર થયુ છે.

ફિનકેર એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં સૌથી વધુ 98 ડિલ્સ, એડટેક્-એજ્યુકેશનમાં 65 ડિલ્સ, જ્યારે ફૂડ ટેક્, ઈ-કોમર્સ, હેલ્થટેક્, એન્ટરપ્રાઈઝટેક્, અને રિટેલ-કન્ઝ્યુમર બ્રાન્ડમાં સૌથી વધુ ડિલ્સ જોવા મળી છે. જ્યારે ગતવર્ષ દરમિયાન રૂ. 11.1 અબજ ડોલરની 764 અને 2020ના બીજા અર્ધવાર્ષિકમાં 19 ડિલ્સ થઈ હતી. જ્યારે 2019માં 873 ડિલ્સ દ્રારા 13 અબજ ડોલરનુ ફંડ એકત્ર થયુ હતું.

આગામી 3 વર્ષમાં 150 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બનશે
ચાલુ કેલેન્ડ વર્ષમાં માત્ર છ માસમાં 16 સ્ટાર્ટઅપ્સ 1 અબજ ડોલરથી વધુ એસેટ્સ ધરાવતા યુનિકોર્ન્સની લિસ્ટમાં સામેલ થયા છે. તેમજ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં 2025 સુધી 30 અબજ ડોલરનુ રોકાણ થવાના આશાવાદ સાથે આગામી 3 વર્ષમાં દેશમાં કુલ 150 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ બનવાની શક્યતા છે. બ્રાઉઝરસ્ટેક, ઝેટા, મોગ્લિક્સ, અર્બન કંપની સહિત 16 સ્ટાર્ટઅપ્સ 2021માં યુનિકોર્ન બન્યા છે. જેમાં મોટાભાગના સ્ટાર્ટઅપ્સ બેંગ્લોરમાં, બીજા ક્રમે ગુરુગ્રામ, ત્રીજા ક્રમે મુંબઈ અને નોઈડામાંથી રજિસ્ટર્ડ છે.

અન્ય સમાચારો પણ છે...