આઈપીઓ:ઈથોસ બીજા દિવસે 44 ટકા ભરાયો, ઈ-મુદ્રા આજથી શરૂ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લકઝરી વોચ રિટેલર ઈથોસ લિ.નો રૂ. 472.29 કરોડનો આઈપીઓ બીજા દિવસે માંડ 44 ટકા ભરાયો હતો. પ્રથમ દિવસે પણ નબળો પ્રતિસાદ મળતાં માત્ર 27 ટકા એપ્લિકેશન્સ થઈ હતી. રિટેલ પોર્શન 68 ટકા, જ્યારે એનઆઈઆઈ 25 ટકા અને ક્યુઆઈબી 19 ટકા ભરાયો હતો. રૂ. 836-878 પ્રાઈસ બેન્ડ ધરાવતો ઈથોસનો આઈપીઓ આજે બંધ થશે.

બીજી બાજુ પારાદીપ ફોસ્ફેટ્સના રૂ. 1501.73 કરોડનો આઈપીઓને બે દિવસ નબળો પ્રતિસાદ મળ્યા બાદ અંતિમ દિવસે કુલ 1.75 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રિટેલ સૌથી વધુ 1.37 ગણો, એનઆઈઆઈ 0.82 ગણો અને ક્યુઆઈબી 3.01 ગણો ભરાયો હતો. રૂ. 39-42ની પ્રાઈસ બેન્ડ ધરાવતા શેર એલોટમેન્ટ 24 મે અને લિસ્ટિંગ 27 મેએ થશે. સબ્સ્ક્રિપ્શનના આંકડાઓ ધ્યાનમાં લઈએ તો તે એલઆઈસીના શુષ્ક લિસ્ટિંગ તેમજ માર્કેટમાં ફરી પાછી વોલેટિલિટી વધતાં આઈપીઓમાં રોકાણ કરતાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યુ હોવાનો સંકેત આપે છે.

ઈમેજિન, ડ્રીમફોલ્ક્સના આઈપીઓને મંજૂરી
સેબીએ વધુ 4 આઈપીઓને મંજૂરી આપી છે. જેમાં ફેડરલ બેન્કની પેટા કંપની ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ. (રૂ. 900 કરોડ), ડ્રીમફોલ્ક્સ સર્વિસિઝ, આર્ચીન કેમિકલ્સ રૂ. 2200 કરોડ), બોટ (રૂ. 2000 કરોડ)ના આઈપીઓ સમાવિષ્ટ છે. ઇમેજિન માર્કેટિંગ લિ.ની અગ્રણી વાયરલેસ હીઅરેબલ્સ અને વેરેબલ્સ બ્રાન્ડ boAt ફ્રેશ ઈસ્યૂ દ્વારા 900 કરોડ અને ઓએફએસ દ્વારા 1100 કરોડનું ફંડ આઈપીઓ હેઠળ એકત્ર કરશે. ડ્રીમફોલ્ક્સ સર્વિસિઝ આઇપીઓ મારફતે પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપ દ્વારા વેચાણ માટેની ઓફર દ્વારા 21,814,200 ઇક્વિટી શેરની ઓફર કરવાની યોજનાને મંજૂરી મળી છે.

અન્ય સમાચારો પણ છે...