તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • ETF Business Grows 200 Times In 10 Years Nifty 50 Invests Over Rs 1 Lakh Crore In ETFs

ભાસ્કર ડેટા સ્ટોરી:10 વર્ષમાં ઈટીએફનો બિઝનેસ 200 ગણો વધ્યો નિફ્ટી 50 ETFમાં 1 લાખ કરોડથી વધુ રોકાણ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણકારોનું આકર્ષણ ‌વધ્યું

શરૂઆતના આશરે 10 વર્ષ સુધી રોકાણકારોની ઉપેક્ષા સહન કરનારા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અર્થાત ઈટીએફમાં રોકાણકારોનુ વલણ ઝડપથી વધી રહ્યુ છે. છેલ્લા 10 વર્ષમાં દેશના ઈટીએફ કારોબારમાં 200ગણાથી વધુનો ઉછાળો નોંધાયો છે. 2010માં ઈટીએફની કુલ એયુએમ રૂ. 957 કરોડ હતી. જે 2020માં વધી રૂ. 2,06,000 કરોડથી વધશે. નિફ્ટી-50 સાથે જોડાયેલા ઈટીએફમાં ગત ઓગસ્ટટ મહિનામાં કુલ રોકાણ 1 લાખ કરોડની સપાટી પાર કરી ગયુ છે.

દેશમાં ઈટીએફની શરૂઆત ડિસેમ્બર, 2001થી થઈ હતી. જો કે, તેની ગતિ અત્યંત સુસ્ત રહી છે. આઠ વર્ષમાં ઈટીએફમાં કુલ રૂ. 1 હજાર કરોડનુ રોકાણ પણ નોંધાયુ ન હતું. જો કે, 2010 બાદથી ઈટીએફમાં રોકાણકારોનુ વલણ બદલાયુ છે. 2015 બાદથી ઈટીએફમાં રોકાણ સતત વધી રહ્યુ છે.

ઈટીએફ માર્કેટમાં આશરે 77 ટકા હિસ્સો ધરાવતી એનએસઈ ઈન્ડાઈસિસ લિ.ના સીઈઓ મુકેશ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, જે દોરમાં ઈટીએફ શરૂ થયુ હતું. તે સમયે રોકાણકાર એક્ટિવ ફંડમાં વધુ રૂચિ લઈ રહ્યા હતા. ઈટીએફને સારી પ્રતિક્રિયા મળી નથી. જો કે, આ દાયકાના શરૂઆતના વર્ષમાં રોકાણકારો સમજી રહ્યા છે કે, ઈટીએફમાં લોંગ ટર્મ સારૂ રિટર્ન મળે છે. અને તેનો ખર્ચ પણ ઓછો છે. જેના લીધે ઈટીએફમાં રોકાણ ઝડપથી વધી રહ્યુ છે.

અગ્રવાલે જણાવ્યુ હતુ કે, ઈટીએફના આશરે 25 લાખ ખાતાઓ છે. જેમાંતી 13.5 લાખ ખાતા છેલ્લા એક વર્ષમાં ખુલ્યા છે. તેજી હોવા છતાં હાલ ઈટીએફનો મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં હિસ્સો 7.52 ટકા જ છે. અમેરિકા અને અન્ય મોટા બજારોની તુલનાએ ઘણો ઓછો છે. અમેરિકામાં 1993થી ઈટીએફ કારોબાર જારી છે. ભારતમાં 2001ના અંતમાં શરૂ થયો હતો. થોડા વર્ષમાં ભારતીય માર્કેટમાં પણ ઈટીએફની સ્થિતિ મજબૂત બનવાનો આશાવાદ અગ્રવાલે વ્યક્ત કર્યો છે.

NSEના એમડી વિક્રમ લિમયે જણાવ્યુ હતુ કે, નિફ્ટી-50 અને અન્ય નિફ્ટી ઈન્ડેક્સ સાથે જોડાયેલા ઈટીએફમાં રોકાણકારોનો વધતો વિશ્વાસથી અમે ઉત્સુક છે. જે MF ઈન્ડસ્ટ્રી અને એનએસઈ દ્વારા જાગૃત્તિના પરિણામો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો