વૈશ્વિક સ્તરે રોકાણ પેટર્નમાં ફરી બદલાવ જોવા મળી રહ્યો છે. વ્યાજદર વધારો અટકવાના કારણે બોન્ડ યિલ્ડ તેમજ અન્ય રોકાણ સેગમેન્ટમાંથી રોકાણકારો દૂર થઇ ઇક્વિટી તરફ ડાયવર્ટ થઇ શકે છે. પરિણામે સોના-ચાંદીની તેજીને કામચલાઉ બ્રેક લાગશે. જોકે, વ્યાજદર વધારાની સાઇકલ અટકતા ઘટાડાના સંકેતો નથી.
ઉલટું ગોલ્ડ ઇટીએફ, સેન્ટ્રલ બેન્કો તથા ગોલ્ડ એસપીડીઆર ટ્રેડેડ ફંડ્સ દ્વારા ખરીદીનો કેટલો સપોર્ટ મળે છે તે જરૂરી છે. વૈશ્વિક સોનું જ્યાં સુધી 1800 ડોલર ન કુદાવે ત્યાં સુધી ઝડપી તેજી નથી. સ્થાનિકમાં 52500-54000ની રેન્જમાં અથડાશે. ચાંદીમાં બે તરફી મૂવમેન્ટ રહેશે.
એગ્રિ કોમોડિટીમાં હવે તેજીના સંકેતો નહિંવત્
એગ્રી કોમોડિટીમાં તેજીનો ટ્રેન્ડ પૂર્ણ થઇ ચૂક્યો છે જોકે, નિકાસ વેપારો કેવા રહે છે તેના પર બજારનો આધાર રહેશે. હાલના સંજોગો જોતા મોટાભાગના પાકોમાં ઉત્પાદનના અંદાજો સારા મળી રહ્યાં છે. તેલીબિયાં પાકોમાં ઉત્પાદન વધશે. વૈશ્વિક ખાદ્યતેલોની કિંમતો ઘટવાના કારણે સ્થાનિકમાં પણ ઘટાડો આવ્યો છે. ક્રૂડઓઇલની મંદીના કારણે ગમ તથા ગવારમાં પણ ભાવ ઢીલા રહ્યાં છે. મસાલા પાકોમાં મજબૂત સ્થિતી જળવાઇ ગઇ છે.
ચીનની માગ પર મેટલ્સમાં મૂવમેન્ટ
1 ચીનની માગ ખુલે તો બજારને સપોર્ટ મળશે: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો ચીનની ખરીદી પર નિર્ભર છે.ચીનમાં માગ ધીમી ગતીએ ખુલી છે જેથી બજારમાં મંદી અટકી શકેે. જોકે, હજુ ઝડપી તેજી એનાલિસ્ટો નકારી રહ્યાં છે.
2 ડોલર ઇન્ડેક્સ વધઘટે મેટલ્સ નરમઃ ડોલર ઇન્ડેક્સમાં બે તરફી ટ્રેન્ડ રહ્યો છે. રેકોર્ડ 115ની સપાટીએ પહોંચ્યા બાદ અત્યારે 106-108 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે તેના અનુસંધાને મેટલ્સમાં હવે ઘટાડાના સંકેતો નથી.ડોલર વધુ નબળો પડે અને માગ ખૂલે તો સુધારો જોવાશે.
3 કોપર તથા ઝીંકમાં ટ્રેન્ડ સુધારાનો રહેશે : વૈશ્વિક મેટલ્સની માગ ખુલવા લાગી છે.જોકે, ઝિંક અને એલ્યુ.માં ટ્રેન્ડ પોઝિટિવ રહેશે હાલ મોટી તેજીના સંકેતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.