• Gujarati News
  • Business
  • EPTL And EPLA Complete 16,500 Crore Financing Of Port And Power Infrastructure Assets With AM NS

એસ્સારે ઋણમુક્ત બનીને એસેટ મોનેટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરી:ઇપીટીએલ અને ઇપીએલએ એએમ/એનએસ સાથે પોર્ટ અને પાવર ઇન્ફ્રા એસેટ્સના 16,500 કરોડના નાણાકીય વ્યવહારને પૂર્ણ કર્યો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

એસ્સાર પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડ (ઇપીટીએલ) અને એસ્સાર પાવર લિમિટેડ (ઇપીએલ)એ આજે હઝિરા અને પારાદીપમાં સ્થિત એની 2.05 અબજ ડોલર (16,500 કરોડ)નાં કેપ્ટિવ પોર્ટ્સ અને પાવર એસેટ્સનું વેચાણ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (એએમ/એનએસ)ને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

ઇન્ફ્રા એસેટ્સના વેચાણમાં ગુજરાતના હઝિરામાં 270 મેગાવોટનો પાવર પ્લાન્ટ અને 25 એમપીટીએ પોર્ટ તથા ઓડિશાના પારાદીપમાં 12 એમપીટીએ પોર્ટ સામેલ છે.

25 અબજ ડોલરની પુન: ચૂકવણી કરી
એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, 'એસ્સારે એનો એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે અને 25 અબજ ડોલર (2,00,000 કરોડ)ના ડેટ પુનઃચુકવણી અસરકારક રીતે કરી છે, જેનાથી ગ્રૂપ ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓમાંથી ઋણમુક્ત થયું છે.' એસ્સાર એના તમામ મુખ્ય વર્ટિકલ્સ – ઊર્જા, ધાતુઓ અને ખાણકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ તેમજ ટેકનોલોજી અને રિટેલમાં નોંધપાત્ર એસેટ્સમાં કામગીરી ધરાવવાનું અને નોંધપાત્ર નિર્માણ કરવાનું ચાલુ રાખશે. અત્યારે ભારતની અંદર અને બહાર ખાનગી માલિકીના ગ્રૂપની આવક 15 અબજ ડોલર (1.2 લાખ કરોડ) અને એસેટ અંડર મેનેજમેન્ટ 8 અબજ ડોલર (64,000 કરોડ) ધરાવે છે.

છેલ્લા 30 વર્ષમાં ઊભી કરેલી એસેટનું મોનેટાઇઝેશન કર્યું
એસ્સાર પોર્ટ્સ ટર્મિનલ્સ લિમિટેડના ડિરેક્ટર શ્રી રેવાંત રુઇયાએ કહ્યું હતું કે, 'આયોજિત અને વ્યૂહાત્મક રીતે અમે છેલ્લાં 30 વર્ષમાં ઊભી કરેલી એસેટનું મોનેટાઇઝેશન કર્યું છે. અમે અત્યારે ભારત અને વિદેશમાં અમારી હાલની કામગીરીઓમાં પુનઃરોકાણ કરીએ છીએ અને નવી એસેટ્સ ઊભી કરીએ છીએ, જે વધારે કાર્યદક્ષ, અદ્યતન અને કાર્બન ન્યૂટ્રલ અદ્યતન ટેકનોલોજીઓ છે, જે સસ્ટેનેબ્લ હશે.'

છેલ્લાં પાંચ વર્ષમાં એસ્સારે મોનેટાઇઝ કરેલી એસેટથી રોકાણ પર અનેકગણું વળતર મળ્યું છે, જે એની તમામ વ્યવસાયિક વર્ટિકલ્સમાં વિશ્વ સ્તર, ઊંચી ગુણવત્તાયુક્ત એસેટનું નિર્માણ કરવા માટે એસ્સારની સાખનો પુરાવો છે.

જ્યારે એસ્સાર ભારતની વિકાસગાથામાં મહત્વપૂર્ણ કંપની અને ભાગીદાર છે અને રહેશે, ત્યારે એની આંતરરાષ્ટ્રીય કામગીરીઓમાંથી નોંધપાત્ર વૃદ્ધિ અને આવક મેળવવાનું ચાલુ રાખશે.