તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Now It Will Not Be Easy To Change The Name And Profile Of The PF Account, The Guideline Will Be Announced

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EPFOના નિયમોમાં ફેરફાર:હવે PF એકાઉન્ટના નામ અને પ્રોફાઈલમાં સરળતાથી ફેરફાર થઈ શકશે નહિ, નવી ગાઈડલાઈન જાહેર

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ છેતપિંડીને રોકવા માટે સખ્ત પગલા લીધા છે. આ અંતર્ગત EPFO મેમ્બર્સ હવે ડોક્યુમેન્ટ્સમાં ઓનલાઈન નામ બદલવા અને પ્રોફાઈલમાં મોટો ફેરફાર કરી શકશે નહિ. તપાસ બાદ જ આ પ્રકારના ફેરફારો કરી શકાશે.

છેતરપિંડીના મામલાઓ પ્રકાશમાં આવ્યા પછી ઉઠાવ્યા પગલા
EPFOનું કહેવું છે કે PF એકાઉન્ટના પ્રોફાઈલમાં ઓનલાઈન કરેક્શન કે ફેરફારના કારણે ઘણી વખત રેકોર્ડ મિસમેચની શકયતા રહે છે. જેના કારણે છેતરપિંડીની પણ શકયતા રહે છે. PF એકાઉન્ટને લઈને KYCના નામ પર ફ્રોડ કરીને પૈસા કાઢી લેવાના ઘણા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેને જોતા આ પગલુ ભરવામાં આવ્યું છે.

પહેલા EPFOની સાઈટ પર જઈ સરળતાથી નામ ચેન્જ કરી શકાતું હતું.
પહેલા EPFOની સાઈટ પર જઈ સરળતાથી નામ ચેન્જ કરી શકાતું હતું.

હવે આપવા પડશે ડોક્યુમેન્ટ
નવી ગાઈડલાઈન્સના જણાવ્યા અનુસાર હવે ડોક્યુમેન્ટ વગર PF એકાઉન્ટમાં મેમ્બર્સની માહિતી બદલાશે નહિ. જોકે નામમાં નાના ફેરફારની પરવાનગી છે. જોકે કોઈ પણ મોટા ફેરફાર પહેલા હવે EPFO ડોક્યુમેન્ટ્સ ચેક કરશે. તે પછી જ પ્રોફાઈલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકશે. EPFOએ ક્ષેત્રીય કાર્યાલયો અને મેમ્બર સંસ્થાઓને કહ્યું છે કે તે કોઈ ડોક્યુમેન્ટ પ્રુફ વગર કોઈ કર્મચારીના રેકોર્ડમાં સુધારો ન કરે.

https://www.unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ સાઈટ પર જઈ કર્મચારી સરળતાથી પોતાની વિગતો ઉમેરી શકતા હતા. ઉપરાંત આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ ફેરફાર હોય તે ફેરફાર કરાવી વેરિફાઈ કરી શકતા હતા.
https://www.unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ સાઈટ પર જઈ કર્મચારી સરળતાથી પોતાની વિગતો ઉમેરી શકતા હતા. ઉપરાંત આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ ફેરફાર હોય તે ફેરફાર કરાવી વેરિફાઈ કરી શકતા હતા.

આ ફેરફાર થઈ શકશે
EPFOએ ગાઈડલાઈન્સના પાલન માટે નાના અને મોટા ફેરફારને વર્ગીકૃત કર્યા છે. જો કોઈ નામ, અટકમાં પ્રથમ લેટર બદલ્યા વગર સુધારો કરવામાં આવ્યો છે તો તેને નાનો ફેરફાર માનવામાં આવશે. જો મિડલ નામ કે લગ્ન પછી સરનેમમાં ફેરફાર કરવો છે તો આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામના આધારે જ ફેરફાર થશે.

આ ફેરફાર થઈ શકશે નહિ
હવે નામમાં સંપૂર્ણ સુધારાની પરવાનગી હશે નહિ. જોકે વિશેષ પરિસ્થિતિમાં એમ્પલોયર દ્વારા વિશેષ માહિતી આપવા અને પ્રુફ સબમિટ કર્યા પછી જ ફેરફાર થઈ શકશે. PF એકાઉન્ટમાં નામ, બર્થ ડેટ, નોમિની, એડ્રેસ, પિતા કે પત્નીના નામમાં મોટા ફેરફાર એમ્લોયર અને અંશધારકોના ડોક્યુમેન્ટ પ્રુફને જોયા પછી જ થશે.

KYCમાં ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં ફેરફારને ત્યારે યોગ્ય માનવામાં આવશે, જ્યારે અંશધારકના ડોક્યુમેન્ટ અપલોડ થશે. જો કોઈ સંસ્થા બંધ થઈ ચૂકી છે તો ડોક્યુમેન્ટ્સની સાથે સેલેરી સ્લિપ, એપોઈન્ટમેન્ટ લેટર અને PF સ્લિપ દેખાડવી પડશે. EPFOએ ક્ષેત્રીય કાર્યાલયને નિર્દેશ આપ્યો છે કે સબમિટ કરવામાં આવેલા પ્રુફને સાચવીને રાખવાનું છે અને ઓડિટના સમયે તેને ઉપલબ્ધ કરાવવાનું છે.

2017માં આપી હતી પ્રોફાઈલમાં ઓનલાઈન ચેન્જ કરવાની સુવિધા
EPFOએ 2017માં EPFO મેમ્બર્સને પોતાની પ્રોફાઈલમાં ઓનલાઈન ચેન્જ કરવાની સુવિધા આપી હતી. જોકે હવે છેતરપિંડીની ઘટનાઓને જોતા તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેશમાં EPFOના 6 કરોડથી વધુ મેમ્બર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો