ભારતીય શેરબજારમાં સપ્તાહના પાંચમા અને અંતિમ દિવસે એટલે કે શુક્રવારે તેજી જોવા મળી. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ વધી 59,808 સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 272 પોઈન્ટની તેજી જોવા મળી. 17,594 પર નિફ્ટી બંધ થયો. સેન્સેક્સના 30માંથી 25 શેર્સમાં તેજી અને માત્ર પાંચમાં ઘટાડો જોવા મળ્યો.
અદાણી એન્ટરપ્રાઈઝના શેર 16.60% વધ્યા
માર્કેટમાં તેજી વચ્ચે અદાણી ગ્રુપના તમામ શેર્સમાં તેજી જોવા મળી. ગ્રુપની ફ્લેગશિપ કંપની એન્ટરપ્રાઈઝના શેર સૌથી વધુ 16.60% વધ્યા. જ્યારે અદાણી પોર્ટ્સમાં 9.76%ની તેજી જોવા મળી. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન, વિલ્મર, પાવર, ટોટલ ગેસ, ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ, ACC અને NDTVના શેરમાં લગભગ 5-5% તેજી રહી.
SBI-ભારતી એરટેલ નિફ્ટી-50ના ટોપ ગેઇનરમાં સામેલ
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, SBI લાઈફ, ટાટા સ્ટીલ, ITC અને રિલાયન્સ સહિત નિફ્ટી-50ના 42 શેરમાં તેજી રહી. ટેક મહિન્દ્રા, અલ્ટ્રા-ટેક સિમેન્ટ, સિપ્લા, ડિવિસ લેબ, નેસલે ઈન્ડિયા, ગ્રાસિમ અને એશિયન પેઈન્ટમાં ઘટાડો રહ્યો. જ્યારે એક શેરમાં કોઈ ફેરફાર રહ્યો નહતો.
PSU બેન્ક સેક્ટરમાં સૌથી વધુ 5.40%નો વધારો
NSEના તમામ 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. PSU બેન્ક સેક્ટરમાં સૌથી વધુ 5.40%નો વધારો થયો છે. મેટલ 3.55% અને બેંક સેક્ટર 2.13% વધ્યા છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, મીડિયા, પ્રાઇવેટ બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં પણ 1%થી વધુનો વધારો થયો છે. આ સાથે જ ઓટો, આઈટી અને ફાર્મા સેક્ટરમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.