કોવિડ દરમિયાન લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ખોટ સહન કરી રહેલા MSMEsને મદદ કરવાના હેતુસર લોન્ચ કરાયેલી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)થી દેશના અંદાજે 14.6 લાખ MSMEsને રૂ.2.2 કરોડના વધારાના ધિરાણની મદદ મળી છે. SBI રિસર્ચ અનુસાર આ સ્કીમને કારણે દેશના 12 ટકા MSMEsના ધિરાણના NPAsમાં તબદિલ થતા રોકી શકાયા છે. તદુપરાંત આ સ્કીમને MSMEsમાં કાર્યરત 6.6 કરોડ લોકોની આજીવિકા પણ બચી છે. ECLGSએ MSMEsના ધિરાણને વેગ આપવામાં મદદ કરી છે જેમાંથી 14.6 લાખ MSMEsને ખોટમાંથી ઉગારી લેવાયા છે.
સ્કીમ દરમિયાન બેન્કો મારફતે MSMEsમાં રૂ.2.2 લાખ કરોડનું વધારાનું ભંડોળ ઠલવાયું હતું. ટૂંકમાં આ સ્કીમને કારણે દેશના 12 ટકા MSMEsના ક્રેડિટને NPA થતા બચાવી શકાયા છે અને 6.6 કરોડ લોકોની રોજગારી પણ ટકી રહી છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે કેટલાક MSME એકમો સતત વિસ્તરણ કરી રહ્યાં છે જેમાંથી અનેક MSMEએ રૂ.250 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે અને મિડ સાઇઝ કોર્પોરેટની વ્યાખ્યામાં પણ સામેલ થયા છે. MSMEની નવી વ્યાખ્યા બાદ વર્ષ 2020માં સરકારે દરેક MSMEs માટે ઉદ્યમ પોર્ટલ હેઠળ નોંધણી કરાવવાનું ફરજીયાત કર્યું હતું. દેશમાં અત્યારે કુલ 1.33 કરોડ MSMEs . જ્યારે તેની સામે GST રજીસ્ટ્રેશન નંબર માત્ર 1.40 કરોડ છે.
દેશમાં 6.4 કરોડ MSMEs, ચીનમાં 14 કરોડ
NSSના 73માં સરવે (2015-16) અનુસાર, દેશમાં કુલ 6.34 કરોડ MSME હતા, જેમાંથી 6.30 કરોડ અથવા 99.47% લઘુ ઉદ્યોગો, 3.3 લાખ નાના ઉદ્યોગો તેમજ માત્ર 10,000 મધ્યમ એકમો હતો. કુલ MSMEsમાંતી 3.25 કરોડ અથવા 52.3 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે અન્ય 3.09 કરોડ અથવા 48.8 ટકા MSMEs શહેરી વિસ્તારોમાં આવેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.