પબ્લિક ઇશ્યૂ:મૂળ ગુજરાતનાં તલોદના પરિવારે બનાવેલી કંપની એમક્યોર ફાર્મા રૂ. 4000 કરોડથી વધુનો IPO લાવશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એમક્યોર ફાર્માના સ્થાપક સતીશ મહેતા. - Divya Bhaskar
એમક્યોર ફાર્માના સ્થાપક સતીશ મહેતા.
  • એમક્યોર છેલ્લા 40 વર્ષથી ફાર્મા સેક્ટરમાં સક્રિય છે
  • હાલમાં કંપની કોરોના વેક્સિન પર કરી રહી છે રિસર્ચ

ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઘડી ગામ સાથે સંબંધ ધરાવતા અને હાલમાં પૂણેમાં સ્થાયી થયેલા મહેતા પરિવારના સતીશ મહેતાએ 1981માં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની બનાવી હતી. 40 વર્ષની સફર બાદ કંપની હવે ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. માર્કેટના જાણકારોએ આપેલી માહિતી મુજબ એમક્યોર ટૂંક સમયમાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ડ્રાફ્ટ રેડ હીયરીંગ પ્રોસ્પેક્ટર્સ ફાઈલ કરી શકે છે.

IPOનું કદ રૂ. 4000 કરોડથી વધુ હોવાની ધારણા
બજારના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફાર્મા સેક્ટરમાં ટોપ 15માં આવતી એમક્યોર ભવિષ્યની યોજનાઓ માટે રૂ. 4000 કરોડથી વધુનો IPO લાવી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની રેવન્યુ રૂ. 3500 કરોડથી વધીને રૂ. 5000 કરોડ સુધી પહોંચી છે અને એમક્યોરની ગુજરાતમાં સાણંદ, સુરેન્દ્રનગર અને મહેસાણા સહિત દેશભરમાં 14 પ્રોડક્શન ફેસેલિટી આવેલી છે.

સતીશ મહેતાએ IIM અમદાવાદમાં અભ્યાસ કરેલો છે
એમક્યોરના સ્થાપક સતીશ મહેતાએ પૂણે યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પૂણેમાં જ થોડો સમય પિતાના મેડિકલ સ્ટોર બિઝનેસમાં જોડાય હતા. બિઝનેસની સમાજને વધુ આગળ વધારવા માટે તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.

કંપની કોરોનાની વેક્સિન ડેવલપ કરી રહી છે
એમક્યોર ફાર્માના જણાવ્યા મુજબ કંપની હાલ mRNA પ્લેટફોર્મ પર કોરોનાની વેક્સિન બનાવી રહી છે. તાજેતરમાં જ કંપનીએ ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કાનું કામ પૂરું કર્યું છે અને ટૂંક સમયમાં બીજા અને ત્રીજા તબક્કા માટે એપ્લાય કરશે. ખાનગી એજન્સી હાલ પહેલા તબક્કાના ડેટાને સ્ટડી કરી રહી છે. ફેઝ-1માં 3 સેન્ટર્સ પર 120 સબ્જેક્ટ પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં 20 જેટલા સેન્ટર્સમાં ટ્રાયલ કરશે.

સફળતા મળે તો દેશની પહેલી mRNA વેક્સિન હશે
કોરોનાની વેક્સિનમાં હાલ ફાઇઝર અને મોડર્નાની રસી mRNA પ્લેટફોર્મ પર વિકસવાયેલી છે. ભારતમાં બનેલી કોઈ પણ રસી mRNA વેક્સિન નથી. એમક્યોરને સફળતા મળે તો તે દેશની પહેલી mRNA વેક્સિન હશે. કંપનીએ સરકાર સાથે કરેલા કમિટમેન્ટ મુજબ આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રકારના ડેવલપમેન્ટ બાદ સરકારને 6 કરોડ ડોઝની સપ્લાય કરવાની રહેશે. એમક્યોરની કોરોના વેક્સિન પૂણેમાં આવેલા પ્લાન્ટમાં થશે.

અન્ય સમાચારો પણ છે...