તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લા ભારતમાં કારનું નિર્માણ ઝડપથી શરૂ કરવાની તૌયારીમાં છે. તેની શરૂઆત કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી થશે. કંપની અહીં ઈલેક્ટ્રિક કારના નિર્માણ માટે યુનિટ ખોલશે. આ માહિતી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આપી છે.
ટુમકુર જિલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજના બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યના ટુમકુર જિલ્લામાં ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. તેનો ખર્ચ લગભગ 7725 કરોડ રૂપિયા થશે. તેના દ્વારા લગભગ 2.8 લાખ નવા રોજગાર પણ સર્જાશે. તેમણે કેન્દ્રીય બજેટને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો લાવશે. તેનાથી 2025 સુધીમાં દેશની GDP 5 ટ્રિલિયન ડોલર પહોંચાડવામાં મદદ મળશે.
ભારતમાં ટેસ્લાએ જાન્યુઆરીમાં લીધી એન્ટ્રી
અમેરિકાની કંપની ટેસ્લાએ 2021માં જાન્યુઆરીમાં ભારતમાં એન્ટ્રી લીધી. કંપનીએ દેશમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા.લિ.નામથી રજિસ્ટર કરાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રી રામ અને ડેવિડ જોન ફિસ્ટીનને ટેસ્લાના નિર્દેશક નિમવામાં આવ્યા છે. ગત વર્ષે કંપનીના CEO એલન મસ્કે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમારી યોજના ભારતમાં 2021માં એન્ટ્રી કરવાનીછે. કંપની ભારતમાં મોડલ 3 સેડાન કારની સાથે એન્ટ્રી મારવાની તૈયારીમાં છે. તેની કિંમત લગભગ 60 લાખ રૂપિયા થશે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકારીએ સૌથી પહેલા આપી હતી માહિતી
જોકે ભારતમાં ટેસ્લાની એન્ટ્રીની માહિતી સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે 2021ની શરૂઆતમાં ટેસ્લા ભારતમાં ઓપરેશન શરૂ કરશે. ખાસ વાત એ છે કે દેશમાં ટેસ્લાની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રદૂષણ ઘટાડવાની કોશિશમાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.