ટ્વિટરના માલિક બન્યા પછી એલન મસ્કે દુનિયામાં પોતાના નિવદનો અને નિર્ણયોથી હાહાકાર મચાવી દીધો છે. તેઓએ આ બર્ડ એપના માલિક બન્યા પછી કંપનીમાં ઘણા અને મોટા ફેરફારો લાવ્યા છે. શરૂઆતમાં તેમણે ટ્વિટરના કર્મચારીઓની એકસાથે છટણી કરી દીધી હતી. આ પછી મસ્કે ટ્વિટરના સ્ટાફને ચેતાવણી દીધી રાખી છે. ત્યારે હવે એક નવી ચેતાવણી પણ તેમણે પોતાના સ્ટાફની આપી છે. બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે ટ્વિટરના કર્મચારીઓને દર અઠવાડિયે 80 કલાક કામ કરવું પડશે. સાથે જ ઑફિસમાં મળનારી સુવિધાઓ ઉપર પણ તેમણે કાપ મુકી દીધો છે.
કંપની તરફથી ફ્રી ખાવાનું નહિ મળે
હવે ટ્વિટરના સ્ટાફને ઑફિસમાં ફ્રીમાં ખાવાનું નહિ મળે. એલન મસ્કે સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે કોરોના મહામારી દરમિયાન આપવામાં આવેલી સુવિધાઓ કે જેમાં કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમની સખ્ત શબ્દોમાં ના પાડી દીધી છે. આ મામલે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે એલન મસ્કે કર્મચારીઓને કહી દીધું હતું કે 'જો તમે ઑફિસની બદલે ઘરેથી કામ કરવા ઇચ્છતા હોવ, તો તમારું રાજીનામું મંજુર છે.'
એલન મસ્કે ભવિષ્યની હાલત પર ચિંતા વ્યક્ત કરી
એલન મસ્કે ભવિષ્ય અને વિત્તિય હાલત પર વાત કરતા કહી ચૂક્યા છે કે કંપનીએ 8 ડોલરનો સબ્સક્રિપ્શન પ્રોડક્ટ બનાવવાની જરૂરત છે. એલન મસ્ક કંપનીનું દેવાળું ફૂંકાવાની હાલતની ધમકી પણ ટ્વિટરના કર્મચારીઓને આપી ચૂક્યા છે.
એલન મસ્કની માલિકી ટ્વિટરમાં અરાજકતા અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ કે જ્યારે તેમનના પ્રમુખ સુરક્ષા અધિકારીઓએ રાજીનામાની ઘોષણા કરી હતી. આના કારણે ટ્વિટરને અમેરીકી નિયામકે ગંભીર ચેતાવણી આપી હતી. આ રાજીનામા ટ્વિટરમાં વિવાદિત નવા ફિચર્સ લોન્ચ કરવાના એક દિવસ પછી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.