ટેસ્લામાં હવે ‘ટેસડા’ નહીં:વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કની કંપની ટેસ્લાના 10% કર્મચારીઓની છટણી, નવી ભરતી પર રોક

ન્યુયોર્ક21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની દિગ્ગજ ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પોતાના 10 ટકા કર્મચારીઓની છટણી કરશે તેવું ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે જણાવ્યું હતું. આ પહેલાં મસ્કે પોતાના કર્મચારીઓને કહ્યું હતું કે તેઓ ઓફિસ પર આવીને કામ કરે નહીંતર રાજીનામું આપે. મસ્કે ટેસ્લાના અધિકારીઓને એક ઇમેલ કરીને વિશ્વભરમાં નવી ભરતી પર રોક લગાવવાની વાત કરી છે.

તેમણે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરતા હાલની પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવ્યું હતું. ઇલોન મસ્કે ગુરુવારે ટેસ્લાના અધિકારીઓને આ ઇમેલ મોકલ્યો હતો. આ ઇમેલ “વિશ્વભરમાંથી દરેક નિયુક્તિઓ પર રોક” શીર્ષક સાથે મોકલવામાં આવ્યો હતો. આ જ ઇમેલના હવાલાથી રોઈટર્સે જણાવ્યું હતું કે, ટેસ્લાના 10 ટકા કર્મચારીઓની છટણી કરાશે. આ પહેલાં સપ્તાહની શરૂઆતમાં મસ્કે પોતાના કર્મચારીઓને દર સપ્તાહે 40 કલાક ઓફિસમાં હાજર રહીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ગેરહાજર રહેવા પર નોકરી છોડી દેવાની પણ ચેતવણી આપી હતી.

મસ્કે મંગળવારે રાતે કર્મચારીઓને મોકલેલા ઇમેલમાં લખ્યું હતું કે, “ટેસ્લામાં દરેકે ઓફિસમાં 40 કલાક કામ કરવાનું રહેશે. જો નહીં હાજર રહે તો માનવામાં આવશે કે કર્મચારીએ રાજીનામું આપ્યું છે.’ઇલોન મસ્કના આ આદેશની વિશ્વભરમાં ટીકા થઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ સ્કોટ ફરકારે અનેક ટિ્વટ મારફતે મસ્કના આ આદેશને 1950ના દાયકા જેવો આદેશ ગણાવ્યો હતો. તે ઉપરાંત તેઓએ ટેસ્લાના કર્મચારીઓને પોતાની કંપનીમાં નોકરી આપવાની પણ ઑફર કરી છે.

અન્ય સમાચારો પણ છે...