શેરહોલ્ડરોએ ટ્વિટર ડીલને મંજૂરી આપી:એલન મસ્કે 44 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી, પછી કેન્સલ કરવામાં આવી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટ્વિટરના શેરહોલ્ડરોએ 13 સપ્ટેમ્બરના રોજ 44 બિલિયન ડોલર (લગભગ 3.50 લાખ કરોડ રૂપિયા) ની ડીલને મંજૂરી આપી દીધી છે. ટ્વિટરના શેરહોલ્ડરોએ 54.20 ડોલરના બાયઆઉટ પ્રપોઝલના પક્ષમાં મતદાન કર્યું હતું. કંપનીના સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાં રોકાણકારો સાથે એક શોર્ટ કોન્ફરન્સ કોલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કંપનીએ આ ડીલ અબજોપતિ એલન મસ્કની સાથે કરી છે. જોકે મસ્કે આ પહેલાં સ્પેમ એકાઉન્ટની ખોટી જાણકારી આપીને ડીલને કેન્સલ કરી હતી. એવામાં ટ્વિટર આ મુદ્દે કોર્ટમાં પહોંચ્યું હતું. 17 ઓક્ટોબરથી અમેરિકાની ડેલાવેર કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થવાની છે. કોર્ટની સુનાવણી દરમિયાન ન્યાયાધીશો નક્કી કરશે કે મસ્કને કંપની ખરીદવી જોઈએ કે નહીં.

શેરહોલ્ડરની મંજૂરી શું છે?
શેરહોલ્ડરની મંજૂરી અર્થ એ છે કે ટ્વિટર હવે એલન મસ્કને કંપની ખરીદવા માટે દબાણ કરશે. શેરહોલ્ડરોને આ માટે લીલી ઝંડી મળી ગઈ છે. ઉપરાંત ટ્વિટરની કિંમત હાલમાં લગભગ $32 બિલિયન (લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા) છે, જે મસ્કની $44 બિલિયનની ઓફર કરતાં ઘણી ઓછી છે.

ડીલ કેન્સલ કર્યા બાદ મસ્કે ટ્વીટ કર્યું હતું
મસ્કે આ ડીલ કેન્સલ કર્યા બાદ ટ્વીટ કર્યું હતું, જેમાં મસ્કે ચાર તસવીર મૂકીને આ ડીલની મજાક ઉડાવી હતી. આ તસવીર દ્વારા તેમણે કહ્યું હતું કે હું ટ્વિટર ખરીદી શકતો નથી. ત્યાર બાદ તેમણે બોટ એકાઉન્ટની પણ જાણકારી આપી ન હતી. હવે તેઓ ટ્વિટર ખરીદવા દબાણ કરી રહ્યા છે.

મસ્કને ઉલ્લંઘન કરતાં રોકવા કેસ કર્યો
ટ્વિટર જણાવ્યું હતું કે અમે મસ્કને કોઈપણ ઉલ્લંઘનથી રોકવા અને ડીલ પૂર્ણ કરવા માટે કહી રહ્યા છીએ. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મસ્કે મર્જર કરારની ઘણી શરતોનો ભંગ કર્યો છે. એવો પણ આરોપ છે કે ટ્વિટરના બિઝનેસ અને ઈમેજને નુકસાન થયું છે.

મસ્કે 14 એપ્રિલના રોજ ટ્વિટર ખરીદવાની ઓફર કરી
એલન મસ્કે 14 એપ્રિલના રોજ ટ્વિટરને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી. તેમણે કહ્યું હતું કે ટ્વિટરમાં રોકાણ કરવાના એક દિવસ પહેલાં 54% પ્રીમિયમ પર પ્રતિ શેર 54.20 ડોલરના ભાવે 100% હિસ્સો ખરીદવાની ઓફર કરી રહ્યો છું. આ સૌથી શ્રેષ્ઠ અને છેલ્લી ઓફર છે અને જો એ સ્વીકારવામાં નહીં આવે તો મને શેરહોલ્ડર તરીકે પુનર્વિચાર કરવાની જરૂર પડશે.

મસ્કની પાસે ટ્વિટરની 9.2% ભાગીદારી છે, જેની માહિતી 4 એપ્રિલના રોજ સામે આવી હતી. સૌપ્રથમ મસ્કે $43 બિલિયનની ઓફર કરી હતી, પરંતુ ટ્વિટરની ડીલ મંજૂર કર્યા બાદ આ આંકડો $44 બિલિયન સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ મસ્કે કહ્યું હતું કે "સ્પેમ એકાઉન્ટની સંપૂર્ણ માહિતી ન હોવાથી અમે આ ડીલ કેન્સલ કરીએ છીએ. હવે ટ્વિટર આ ડીલને પૂર્ણ કરે તેમ ઈચ્છે છે. આ કારણસર તેઓ કોર્ટ સુધી પહોંચી ગચા છે."

હવે આગળ શું થશે?
મસ્કની ડીલ કેન્સલ કરવા ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું છે. 17 ઓક્ટોબરથી અમેરિકાની ડેલાવેર કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. હવે ટ્વિટર ઈચ્છે છે કે તેઓ આ ડીલ પૂર્ણ કરે. આવી સ્થિતિમાં હવે નિષ્ણાતોનું માનવું છે કે કોર્ટમાં જ આ કેસનો કોઈ ઉકેલ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...