• Gujarati News
  • Business
  • Electric Vehicles Need To Be Low Cost To Reach More People: Nissan India Managing Director Rakesh Srivastava

ઈન્ટરવ્યૂ:ઈલેક્ટ્રિક વ્હિકલ વધુ લોકો સુધી પહોંચાડવા કિંમત ઓછી હોવી જરૂરી: નિસાન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિસાન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવ. - Divya Bhaskar
નિસાન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવ.

કોરોના મહામારીએ ઘણું બધું બદલી નાંખ્યું છે અને ઓટો ઈન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. આ ઈન્ડસ્ટ્રી હવે ન્યૂ નોર્મલ સાથે ગ્રોથ હાંસલ કરી રહી છે. નિસાન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે ભાસ્કરના ગૌરવ મારવાહ સાથેની વાતચીતમાં કહ્યું કે, ઈલેક્ટ્રિક વ્હિકલ (ઈવી) લોકો સુધી પહોંચાડવા તેની કિંમત ઓછી હોવી ખૂબ જરૂરી છે. રજૂ છે તેમની સાથેની વાતચીતના અંશ...

સવાલ: ઈલેક્ટ્રિક વ્હિકલ ક્યારે મોટા પાયે બજારમાં હશે, આ સેગમેન્ટના ગ્રોથને તમે કેવી રીતે જુઓ છો?
રાકેશ શ્રીવાસ્તવ:
એ વાતમાં કોઈ શંકા નથી કે, ઈલેક્ટ્રિક વ્હિકલ સમયની માંગ છે, પરંતુ તેનો સમય ત્યારે આવશે જ્યારે તેનો ભાવ સામાન્ય વાહનો જેટલો જ અથ‌વા તેનાથી ઓછો હશે. તેમાં ઉત્પાદન ખર્ચ પણ મહત્ત્વનો છે. જ્યાં સુધી તે વાહનો સામાન્ય લોકો ઉપયોગ નહીં કરે, ત્યાં સુધી આ સેગમેન્ટમાં ગ્રોથ નહીં થાય. હાલ તેને હાઈએન્ડમાં ખરીદવામાં આવે છે, પરંતુ તેને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવા પડશે. એફોર્ડેબિલિટી હશે, તો જ વોલ્યુમ આવશે.

સવાલ: ઈવી ક્યાં સુધી સંપૂર્ણપણે સામાન્ય લોકો સુધી પહોંચશે?
રાકેશ શ્રીવાસ્તવ:
સીએનજી આવ્યું હતું ત્યારે લોકોને તેમાં વિશ્વાસ ન હતો. ગ્રાહકોના મગજમાં એ વાત હતી કે, તે કેવી રીતે મળશે, કેટલો સમય લાગશે વગેરે. જો તેને માસ પ્રોડક્ટ બનાવવી હોય, તો ગ્રાહકોનો વિશ્વાસ ટેક્નોલોજી અને ઈકો સિસ્ટમ પર હોવો જરૂરી છે. આપણે ટેક્નોલોજી, એફોર્ડેબિલિટી અને ઈકો સિસ્ટમ બધું મજબૂત કરવું પડશે. મને લાગે છે કે, 2025-26સુધી શક્ય બનશે, પરંતુ તેની કિંમત હાલના વાહનો જેટલી કે તેનાથી થોડી વધુ હોવી જરૂરી છે.

સવાલ: ઈન્ડિયન ઓટોમોબાઈલ માર્કેટનો ગ્રોથ કેવો છે?
રાકેશ શ્રીવાસ્તવ:
આપણે ભારતીયો કોઈ પણ ચીજ વિચારી લઈએ છીએ અને તેને કરી દઈએ છીએ. આપણે કંઈ પણ કરી શકીએ છીએ. આજે ઓટોમોબાઈલ વર્લ્ડમાં ભારત પાંચમા નંબરે છે.

સવાલ: ગ્રાહકો સામાન્ય રીતે કોઈ રંગને પસંદ કરે છે, તેમની કયા ફીચર્સ પર નજર હોય છે?
રાકેશ શ્રીવાસ્તવ:
અમે જોયું છે કે, જ્યારે એક ગ્રાહક શૉ રૂમમાં જાયછે, ત્યારે તે દરેક રંગ જુએ છે. દરેક રંગ જોયા પછી વ્હાઈટ રંગનું વ્હિકલ પસંદ કરે છે અથવા સિલ્વર. અમને લાગે છે કે, જે ગ્રાહકને ગમે તે જ યોગ્ય છે કારણ કે, ઘર અને ઓફિસ પછી તેના માટે સૌથી મહત્ત્વનું વ્હિકલ છે.

અન્ય સમાચારો પણ છે...