છેલ્લા થોડા વર્ષોથી ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સના ભાવોમાં ઘટાડોનો દોર હવે પૂરો થયો છે. સુરક્ષા નિયમો કડક બનતાં તેમજ કાચો માલ મોંઘો થતાં ટુ વ્હિલર્સની કિંમતો વધારવા ઉત્પાદકો મજબૂર બન્યા છે. નિષ્ણાતો અનુસાર, ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સના ભાવો 10 ટકા સુધી વધી શકે છે. ટુ વ્હિલર્સ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધતાં ભાવમાં વધારાનું પ્રેશર વધ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ સરકારે ઈવી સેગમેન્ટ તરફ લાલ આંખ કરી છે. એવામાં કંપનીઓએ સારી ગુણવત્તા ધરાવતી બેટરી, પાર્ટ્સ, અને ટેક્નોલોજી પર ફોકસ વધારતાં ખર્ચ વધ્યો છે.
તદુપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સર્જાયેલી ક્રાઈસિસ અને ચીનમાં કોરોના વાયરસના વધતા કેસોના લીધે બેટરી સેલ, અને અન્ય કોમ્પોનન્ટ્સની આયાત મોંઘી થઈ છે. પરિણામે ઈલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓના ઈનપુટ કોસ્ટમાં 5થી 8 ટકાનો વધારો થયો છે. બીજી બાજુ આગ લાગવાની ઘટનાઓ બાદ ક્લેમ પણ વધ્યા છે. જેને ધ્યાનમાં લેતાં ઈન્સ્યોરન્સ કંપનીઓએ ઈવી ટુ વ્હિલર્સના ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો કરવા વિચારી રહી છે.
કિંમતમાં વૃદ્ધિ તેમજ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ મોંઘો થાય તો ઈલેક્ટ્રિક વાહન ખરીદવા ઈચ્છુકના બજેટમાં 15થી 20 ટકા ભારણ વધી શકે છે. ઈવી નિર્માતા ટેનગ્રીના ફાઉન્ડર અર્પણ અરોરાએ જણાવ્યુ હતુ કે, ઈલેક્ટ્રિક સ્કૂટર્સને સુરક્ષિત બનાવવા જરૂરી ઉપાયોથી વાહનોના ભાવમાં 10 ટકા સુધી વધારો થવાની શક્યતા છે. જો કે, ભાવ વધારો સુરક્ષા મુદ્દે વધુ નથી. પેટ્રોલ-ડીઝલ આધારિત વાહનોની તુલનાએ ઈલેક્ટ્રિક વાહન એકંદરે સસ્તા રહેશે. ટુ વ્હિલર્સ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધતાં ભાવમાં વધારાનું પ્રેશર વધ્યુ છે.
ભાવ વધવા પાછળના પરિબળો
ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સની કિંમતોમાં વૃદ્ધિ અનિવાર્ય
સરકારની કડકાઈ બાદ ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે. સારી ગુણવત્તાના પાર્ટ્સ અને બેટરીનો ઉપયોગ કરવા ઉપરાંત સલામતી ધોરણોનું પાલન ખર્ચમાં વધારો થયો હોવાથી EV ટુ વ્હિલરની કિંમતોમાં વધારો કરી શકે છે. > સંયોગ તિવારી, સીઇઓ, ઇવી એનર્જી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.