તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં ઈલેક્ટ્રિક કારનો યુગ શરૂ:ઈલેક્ટ્રિક કારમાં વપરાતી બેટરીનો ભાવ દાયકામાં 89 ટકા ઘટ્યો, પેટ્રોલ વાહનોના ભાવે ઈ-કાર મળવાનો સંકેત

લંડન21 દિવસ પહેલા
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અમુક ચીનની બેટરી પેકના ભાવ અગાઉથી જ ઘટી 100 ડોલર (રૂ. 7300)/Kwph થઈ ચૂક્યા છે. - Divya Bhaskar
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અમુક ચીનની બેટરી પેકના ભાવ અગાઉથી જ ઘટી 100 ડોલર (રૂ. 7300)/Kwph થઈ ચૂક્યા છે.

ઈલેક્ટ્રિક વાહનોમાં સૌથી મોટો પડકાર તેમાં વપરાતી લિથિયમ-આયન બેટરીનો ખર્ચ છે. પરંતુ આ પડકાર દૂર થતો નજરે ચડ્યો છે. લિથિયમ આયન બેટરીના ભાવ છેલ્લા એક દાયકામાં 89 ટકા ઘટ્યા છે. નિષ્ણાતો અનુસાર, આગામી વર્ષમાં આ બેટરીઓ વધુ સસ્તી બની શકે છે. જેનાથી વાહન નિર્માતા પેટ્રોલ કારના ખર્ચે મોટાપાયે ઈલેક્ટ્રિક કાર બનાવી શકશે. છેલ્લા એક દાયકામાં ઈલેક્ટ્રિક વાહન માટે વપરાતી લિથિયમ-આયન બેટરી પેકનો ભાવ આશરે 1100 ડોલર (રૂ. 81 હજાર)/Kwph હતો. જે ઘટી 137 ડોલર (રૂ. 10 હજાર) /Kwph થયો છે. આગામી સમયમાં 100 ડોલર (રૂ. 7300) /Kwph થવાનો આશાવાદ છે.

ગ્રીન એનર્જી કંપની ક્લિન પાવરના હેડ લોગન ગોલ્ડી સ્કોટે જણાવ્યુ હતુ કે, જે છેલ્લા એક દાયકામાં નોંધાયેલી બેટરીની કિંમતોમાં ઘટાડાને અમેરિકા અને ચીનમાં અપેક્ષિત નીતિગત ઉપાયો સાથે જોઈએ તો તેની પાસે અનેક કારક બનશે. જેનાથી જાણવા મળશે કે, ઈલેક્ટ્રિક વાહનોનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. અમુક ચીનની બેટરી પેકના ભાવ અગાઉથી જ ઘટી 100 ડોલર (રૂ. 7300)/Kwph થઈ ચૂક્યા છે. આ કિંમત પર વાહન નિર્માતા નફો મેળવી મોટાપાયે ઈલેક્ટ્રિક વાહનોનુ ઉત્પાદન કરી શકશે.

ઈવી દ્વારા નફો મેળવનારી પ્રથમ કંપની બનશે ફોક્સવેગન
સ્વિસ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક દ્રારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022 સુધી ફોક્સવેગન ઈલેક્ટ્રિક વાહનો વેચી નફો કમાનારી પ્રથમ વૈશ્વિક ઓટો કંપની બની શકે છે. હાલ ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર ખરીદવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પણ જર્મન પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે. તુલનાત્મક રૂપે ટેસ્લા પણ ઈલેક્ટ્રિક કારના બદલે ઈલેક્ટ્રિક ઓડી, બીએમડબ્લ્યૂ અને મર્સિડીઝને પ્રાધાન્ય આપશે.

ચીનમાં ભાવ અગાઉથી જ ઘટી ગયા
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અમુક ચીનની બેટરી પેકના ભાવ અગાઉથી જ ઘટી 100 ડોલર (રૂ. 7300)/Kwph થઈ ચૂક્યા છે. આ કિંમત પર વાહન નિર્માતા નફો મેળવી મોટાપાયે ઈલેક્ટ્રિક વાહનોનુ ઉત્પાદન કરી શકશે. ગોલ્ડી સ્કોટે કહ્યુ હતુ કે, જેમાં વધુ તેજી આવશે. ચાર વર્ષની અંદર વાહન નિર્માતા આંતરિક દહન એન્જિનના ભાવ પર તેમજ તેટલા જ માર્જિન પર મોટાપાયે ઈલેક્ટ્રિક વાહનોનુ નિર્માણ અને વેચાણ કરવા સક્ષમ બનશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser