• Home
  • Business
  • Latest News
  • EDII Ahmedabad will undertake more than 2,000 innovative projects in science and technology in 3 years

નવા પ્રોજેકટો / EDII અમદાવાદ 3 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 2,000થી વધારે નવીન પ્રોજેક્ટ હાથ ધરશે

EDII Ahmedabad will undertake more than 2,000 innovative projects in science and technology in 3 years
X
EDII Ahmedabad will undertake more than 2,000 innovative projects in science and technology in 3 years

  • 40 શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓને વાણિજ્યિકરણની સંભવિતતા ધરાવતાં પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહન આપવામાં આવશે
  • ઉદ્યોગસાહસિકતાનું કલ્ચર વિકસાવવાનાં ઉદ્દેશ સાથે આ પ્રોજેક્ટને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ફંડ પુરું પાડશે

Divyabhaskar.com

May 20, 2019, 04:03 PM IST

અમદાવાદ: ઉદ્યોગસાહસિકતાનાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સંસ્થા નિર્માણ માટે રાષ્ટ્રીય સંસાધનની પ્રસિદ્ધ સંસ્થા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) આગામી ત્રણ વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 2,000થી વધારે નવીન પ્રોજેક્ટ માટે ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે સંકલન કરશે.

એક વર્ષમાં મહત્તમ 20 પ્રોજેક્ટને સપોર્ટ કરવામાં આવશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગૌહાટી; એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આઇટીએસ એન્જિનીયરિંગ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે સહિત ભારતની 40થી વધારે શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓને વાણિજ્યિકરણની સંભવિતતા સાથે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહન આપશે.

નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ (એનએસટીઇડીબી) દ્વારા શરૂ થયેલા પ્રોગ્રામ ન્યૂ જનરેશન ઇન્નોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર (ન્યૂજેન આઇઇડીસી) અંતર્ગત ડીએસટી વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુવાન વિદ્યાર્થીઓ વચ્ચે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતા આ વિવિધ પ્રોજેક્ટ માટે ફંડ પૂરું પાડશે.

ન્યૂજેન આઇઇડીસી વિશે વિગતો આપતાં ડીએસટી ન્યૂજેન આઇઇડીસીનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર અને કો-મેમ્બર સેક્રેટરી એસ બી સરીને કહ્યું હતું કે, આ પ્રોગ્રામ શરૂ કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ પોતાની ઇન્ટર્નશિપ દરમિયાન વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા માટે એ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે, જેઓ ફંડિંગ સહિત વિવિધ મર્યાદાઓને કારણે એને આગળ વધારી શકતાં નથી. ડીએસટીનાં આ સપોર્ટ દ્વારા અમારો ઉદ્દેશ વધારે નવીનતા અને વાણિજ્યિક વ્યવહારિકતા ધરાવતાં વિચારોને આગળ વધારવાનો તેમજ સંભવિત સ્ટાર્ટઅપને શરૂ કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો છે.

સરીને ઉમેર્યું હતું કે, એક વર્ષમાં મહત્તમ 20 પ્રોજેક્ટને સપોર્ટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓ તેમનાં ડ્રીમ પ્રોજેક્ટ્સને તક આપવા કેમ્પસનો અંત લાવવાનું પસંદ કરી રહ્યાં છે. જોકે નવીનતા અને વ્યવહારિક રીતે વાણિજ્યિક કેટલાંક પ્રોજેક્ટને વ્યાવસાયિક યોજનાઓમાં પરિવર્તિત થતાં નથી, કારણ કે એમાં વિદ્યાર્થીઓ ઇકોસિસ્ટમનો સપોર્ટ ધરાવતી નથી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી