તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી:EDએ યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂરનું લંડનસ્થિત ઘર જપ્ત કર્યું, 3 હજાર 532 વર્ગ ફૂટના આ ફ્લેટની કિંમત રૂપિયા 127 કરોડ છે

મુંબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂરના લંડનસ્થિત ફ્લેટને જપ્ત કરી લીધો છે. તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરી છે. આ ફ્લેટની કિંમત આશરે રૂપિયા 127 કરોડ આંકવામાં આવી છે. રાણા કપૂર, તેમના પરિવાર તથા અન્યો પર રૂપિયા 4,300 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે. રાણા કપૂરનો આ ફ્લેટ લંડનના સાઉથ આઉડલી સ્ટ્રીટસ્થિત છે. તેમણે આ ફ્લેટ વર્ષ 2017માં રૂપિયા 93 કરોડમાં ખરીદ્યો હતો. એનું રજિસ્ટ્રેશન ડાયટ ક્રિએશન્સ જર્સી લિમિટેડના નામથી છે. રાણા તેમના બેનિફિશિયલ ઓનર છે.

3 બેડરૂમનો ફ્લેટ છે
આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે રાણાનો આ ફ્લેટ 5 BHK છે. એમાં 2 લિવિંગ રુમ અને 3 બેડરૂમ છે. આ ઉપરાંત ફ્લેટનો ફ્લોર એરિયા 3,532 વર્ગ ફૂટ છે. પ્રાઈવેટ પાર્કિંગ પણ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાણા કપૂર આ પ્રોપર્ટીને વેચવાના હતા. આ માટે તેમણે એક પ્રોપર્ટી કન્સલ્ટન્સીને પણ હાયર કર્યો હતો. પ્રોપર્ટીને કેટલીક વેબસાઈટ પર પણ વેચાણ માટે લિસ્ટ કરવામાં આવી હતી.

પ્રોપર્ટી જપ્ત થશે
હવે પ્રક્રિયા અંતર્ગત ED બ્રિટનમાં એટેચમેન્ટ ઓર્ડરને લાગુ કરાવવા માટે ત્યાંની એજન્સીના સંપર્કમાં રહેશે. આ સાથે નોટિસ પણ જારી કરશે કે આ પ્રોપર્ટીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના ક્રિમિનલ સેક્શન અંતર્ગત વેચાણ અથવા ખરીદી ન શકાય. આ અગાઉ રાણા કપૂરની અમેરિકા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આવેલી પ્રોપર્ટીને પણ જપ્ત કરાઈ છે.

કેસ શું છે
મની લોન્ડરિંગ કેસમાં EDએ અત્યારસુધીમાં રાણા કપૂરની રૂપિયા 2,203 કરોડની સંપત્તિ ટાંચમાં લઈ ચૂક્યા છે. EDનો આરોપ છે કે રાણા કપૂર અને તેના પરિવારે અન્યો સાથે બેન્ક મારફત મોટું ધિરાણ આપવા માટે લાંચ લીધી હતી. EDએ આ લોકોને રૂપિયા 4,300 કરોડની મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ માર્ચમાં રાણા કપૂરની ધરપકડ કરી હતી. આ કેસમાં EDએ અગાઉથી જ DHFL પ્રમોટરો કપિલ તથા ધીરજ વધાવનની પ્રોપર્ટીઝને પણ PMLA અંતર્ગત ટાંચમાં લઈ ચૂકી છે, જે આશરે રૂપિયા 1400 કરોડની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો