ભાસ્કર એનાલિસિસ:મોંઘવારીથી વધી કમાણી, GST કલેક્શન ~ 1.40 લાખ કરોડ પાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતાં મે 2022માં 44 % વધુ આવક, પણ એપ્રિલથી ઓછી

દેશમાં બિઝનેસ કોરોના મહામારીના આંચકાથી બહાર આવી ગયા છે. જીએસટી કલેક્શનના આંકડા તેના સંકેત આપે છે. મેમાં સતત ત્રીજા મહિને જીએસટી કલેક્શન 1.40 લાખ કરોડ રૂ.થી ઉપર રહ્યું. આ ઉપરાંત આ સતત 11મો મહિનો છે જ્યારે 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું જીએસટી કલેક્શન થયું છે. રસપ્રદ વાત એ છે કે ગત મહિને જીએસટી હેઠળ સરકારને સૌથી વધુ 37,469 કરોડ રૂપિયાની કમાણી આયાત પર ટેક્સથી થઈ હતી. આંકડા અનુસાર મેનું જીએસટી કલેક્શન 1.41 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. તે એપ્રિલના રેકોર્ડ 1.68 લાખ કરોડ રૂ.ના કલેક્શનથી 16 ટકા ઓછું પણ ગત વર્ષના મેમાં જીએસટી કલેક્શનની તુલનાએ 44 ટકા વધુ છે.

26% આવક આયાતી વસ્તુઓથી
ગત મહિને કુલ 1,40,885 લાખ કરોડ રૂ.ના જીએસટી કલેક્શનમાં 37,469 કરોડ રૂ. એટલે કે 26.6% હિસ્સો એકમાત્ર આયાતી વસ્તુઓના ટેક્સનો રહ્યો હતો. આ ઈન્ટિગ્રેટેડ જીએસટીનો હિસ્સો હોય છે જેનું કુલ કલેક્શન 73,345 કરોડ રૂપિયા રહ્યું છે.

કઈ કેટેગરીમાં કેટલો પૈસો આવ્યો?
સેન્ટ્રલ જીએસટી: 25,036 કરોડ
સ્ટેટ જીએસટી: 32,001 કરોડ
ઈન્ટિગ્રેટેડ જીએસટી: 73,345 કરોડ
કમ્પેનસેશન સેસ: 10,502 કરોડ

મેનું કલેક્શન એપ્રિલથી હંમેશા ઓછું
મેમાં જીએસટી કલેક્શનના જે આંકડા આવ્યા છે તે એપ્રિલના રિટર્નના હિસાબે છે. તે નવા નાણાકીય વર્ષનો પહેલો મહિનો હોય છે. આ જ કારણ છે કે મેનું જીએસટી કલેક્શન ગત વર્ષના છેલ્લા મહિનાથી ઓછું હોય છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...