• Home
  • Business
  • Corona Lockdown: Flickart has to close its services, limiting services to Amazon

કોરોના લોકડાઉન: ફ્લિકાર્ટે બંધ કરવી પડી તેની સેવાઓ, એમેઝોને સેવાઓ મર્યાદિત કરી

X

  • ફ્લિપકાર્ટે અનિશ્ચિત સમય માટે તેની સેવાઓ બંધ કરી છે
  • કંપનીઓએ તેમની વેબસાઈટ પર ગ્રાહકો માટે સંદેશ આપ્યો  

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 11:41 PM IST

મુંબઈ: કોરોનાને કારણે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા પછી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તેની સેવાઓને અનિશ્ચિત સમય સુધી બંધ કરી છે. જ્યારે Amazonની સેવાઓ પણ જરૂરી સામાન સુધી સિમિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સતત વધી રહેલા કેસોના પગલે વડાપ્રધાન મોદીએ લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન આજથી લાગુ થઈ ગયું છે અને 14 એપ્રિલ સુધી ચાલશે. ઓફિસ, બજાર, પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે 21 દિવસ સુધી દેશમાં કોઈ પણ પોતાના ઘરની બહાર પગ નહિ મૂકે. માત્ર જીવનરક્ષક સેવાઓ જ આ દરમિયાન ચાલુ રહેશે.

શું કહ્યું ફ્લિપકાર્ટે

ફ્લિપકાર્ટે તેની વેબસાઈટ પર લખેલા એક સંદેશમાં કહ્યું છે કે હેલો, ભારતીય સાથીયો, અમે પોતાનું કામકાજ અનિશ્ચિત સમય માટે રોકી રહ્યાં છે. તમારી જરૂરિયાત પહેલેથી જ અમારી પ્રાથમિકતા રહી છે અને અમારો એ વાયદો છે કે શકય તેટલા ઝડપી અમે તમારી સેવામાં પરત ફરીશું.

એમેઝોને પણ સેવાઓ મર્યાદિત કરી

ઈ-કોમર્સ કંપની એમેઝોને પણ પોતાની સેવાઓ આંશિક રૂપથી બંધ કરતા માત્ર હાઈ પ્રાયોરિટી વાળી વસ્તુઓ પુરી પાડવાની વાત કરી છે. એમેઝોને કહ્યું છે કે તેઓ ગ્રાહકોને બિનજરૂરી સેવાઓ પુરી પાડશે નહિ અને માત્ર જરૂરી સામાન જ પુરો પાડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી