તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Duplicate Products Of Shapoorji Palonji Group's Company Eureka Forbes Worth Rs 15.56 Lakh Seized From Ahmedabad

નકલી સામાન:અમદાવાદમાંથી શાપૂરજી પાલોનજી ગ્રુપની કંપની યુરેકા ફોર્બ્ઝની રૂ.15.56 લાખની ડુપ્લીકેટ પ્રોડકટસ ઝડપાઈ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુરેકા ફોર્બ્ઝ લિમિટેડે અમદાવાદમાંથી રૂ.15.56 લાખની કિંમતની ડુપ્લીકેટ પ્રોડકટસનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • કંપનીએ FIR કર્યા બાદ નરોડા પોલિસે બે વ્યક્તિની ધરપકડ કરી
  • 2,000 કાર્ટિજ અને 150 આરઓ કન્ઝ્યુમેબલ કિટ્સના યુનિટ્સ જપ્ત

શાપૂરજી પાલોનજી ગ્રુપની અગ્રણી હેલ્થકેર અને હાઈજીન કંપની યુરેકા ફોર્બ્ઝ લિમિટેડે અમદાવાદમાંથી રૂ.15.56 લાખની કિંમતની ડુપ્લીકેટ પ્રોડકટસનો જંગી જથ્થો ઝડપી લીધો છે. જે માલ જપ્ત કરાયો છે તેમાં યુરેકા ફોર્બ્ઝના નામની નકલ કરેલાં અને દેખીતી રીતે યુરેકા ફોર્બ્ઝની પ્રોડકટ હોય તેવાં ફીચર ધરાવતા 2,000 કાર્ટ્રીઝ અને 150 યુનિટ, આરઓ કન્ઝ્યુમેબલ કિટ્સનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં ‘આર પ્યોર વૉટર ટેકનોલોજી’ના ભાગીદાર નિરંજનસિંઘ વિનોદસિંઘ ભદોરીયા અને રાહુલ મુકેશલાલ ઓબેરોય સામે અમદાવાદના નરોડા પોલિસ સ્ટેશનમાં કોપીરાઈટ એકટ અને ઈન્ડીયન પીનલ કોડ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બંને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.

સસ્તા ભાવના કારણે ગ્રાહકો છેતરાઈ જાય છે
યુરેકા ફોર્બ્ઝના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર શશાંક સિંહા જણાવે છે કે. અમે આ પ્રકારની ગેરરીતિઓ સામે સતત લડત આપી રહી છે. ગ્રાહકો ઘણી વાર ઓછી કિંમતને કારણે છેતરાઈ જતા હોય છે અને નકલી તેમજ એસેમ્બલ કરેલી પ્રોડક્ટ્સ ખરીદી બેસે છે. અમે સતત ડિલીવરી તેમજ વેચાણ પછીની સર્વિસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ગ્રાહકોને અસલી પ્રોડક્ટ્સ માટે આગ્રહ રાખવા પ્રોત્સાહિત કરીએ છીએ.

એક્વાગાર્ડ જેવું જ પેકેજીંગ બનાવાયું હતું
કંપનીએ જણાવ્યું હતું કે, આ પ્રોડકટના ઉત્પાદકોએ ઝડપી લીધેલી પ્રોડકટસમાં યુરેકા ફોર્બ્ઝ અને ‘એક્વાગાર્ડના નામ અને સ્ટાર એમ્બલેમ તેમજ બાળક અને માતાની તસવીરનો ઉપયોગ કરીને EFLના કોપીરાઈટનો ભંગ કર્યો છે. આ ઉપરાંત આ નકલી માલના ઉત્પાદનમાં સિગ્નેચર બ્લુ અને વ્હાઈટ કલર સ્કીમ તથા ફોન્ટ સ્ટાઈલની નકલ કરીને સ્પષ્ટ રીતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ઝડપી લેવાયેલી નકલી પ્રોડકટના ઉત્પાદકોએ, જો કોઈ ફરિયાદ હોય તો યુરેકા ફોર્બ્ઝની વિગત અને ઈ-મેઈલ આઈડી પણ આ સામગ્રી ઉપર જણાવ્યા છે.

2019માં પણ કંપનીએ આવી જ ફરિયાદ કરી હતી
આ પ્રકારની નકલી પ્રોડકટસ અને છેતરપિંડીના કિસ્સા ભૂતકાળમાં પણ પકડાયા છે અને યુરેકા ફોર્બ્ઝ આવી નકલી પ્રોડકટસ અને પ્યુરીફાયરના પાર્ટસ ઝડપી લેવા સતત પ્રયાસો કરી રહી છે. સમાન પ્રકારના કિસ્સાઓમાં મુંબઈની પૂર્ણિમા ઈન્ડસ્ટ્રીઝ અને બેંગ્લોરની એક્વા કેર સામે નકલી પ્રોડકટસ દ્વારા ગ્રાહકોની છેતરપિંડી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. વર્ષ 2019માં સમાન પ્રકારની FIR માર્કો ફીલ્ટરેશનના માલિક અભિષેક ઉર્ફે મનજીત કુશવાહા અને દિનેશ કુમાર સામે અમદાવાદના ઓઢવ પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો