તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Due To The Lockdown, The Government's GST Revenue In April Fell By 87% To Rs. 5,934 Crore

નુકસાન:લોકડાઉનના કારણે એપ્રિલમાં GST 87% ઓછુંઃ આ વર્ષે કલેક્શન 5,934 કરોડ થયું, ગત વર્ષે એપ્રિલમાં 46,848 કરોડ હતું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનના કારણે અનેક લોકોએ રિટર્ન ફાઈલ કર્યું નથી, ફાઈલિંગની તારીખ જુન સુધી લંબાવાઈ
  • જૂનનો અંતિમ સપ્તાહ સુધી માર્ચ, એપ્રિલ અને મેના GSTR-3B જમા કરી શકાય છે

લૉકડાઉનમાં કેન્દ્ર સરકારનું જીએસટી કલેક્શન ઘટી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા મહિના એપ્રિલમાં જીએસટીના રૂપમાં 5,934 કરોડ રૂ. મળ્યા છે. ગયા વર્ષે એપ્રિલમાં મળેલા 46,848 કરોડ રૂ.ની તુલનાએ તે 87% ઓછા છે. આ આંકડા માર્ચની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. રેવન્યૂ કલેક્શનમાં થયેલા ઘટાડાને લૉકડાઉન સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે. દેશમાં 24 માર્ચથી કોરોના વાઈરસને કાબૂમાં કરવા લૉકડાઉનની શરૂઆત કરાઈ હતી. તેના કારણે રિટર્ન્સ ફાઈલિંગને જૂન સુધી ટાળવામાં આવ્યું હતું. 

જીએસટીઆર-3બી ભરે તો પેનલ્ટી નહીં લાગે
સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 5 કરોડ રૂપિયાથી ઓછાના કુલ વાર્ષિક બિઝનેસવાળા રજિસ્ટર્ડ જીએસટી કરદાતા જૂન 2020ના અંતિમ સપ્તાહ સુધી માર્ચ, એપ્રિલ અને મે 2020ના જીએસટીઆર-3બી(સમરી ઈનપુટ-આઉટપુટ રિટર્ન) ભરી શકશે. આવા કરદાતાઓએ કોઈ વ્યાજ, લેટ ફી અને પેનલ્ટી નહીં ચૂકવવી પડે. ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા કે તેનાથી વધુનો વાર્ષિક કારોબાર ધરાવતા લોકો જૂન 2020ના અંતિમ સપ્તાહ સુધી માર્ચ, એપ્રિલ અને મે 2020નું રિટર્ન ભરી શકશે.

લોકડાઉન પહેલાં મહીને રૂ. 1 લાખ કરોડ GST કલેક્શન હતું
લોકડાઉન પહેલા દર મહિને GST કલેક્શન લગભગ એક લાખ કરોડ રૂપિયા હતું. જોકે, સરકારે એપ્રિલ મહિનાનું કલેક્શન મોડું જાહેર કર્યું છે. સામાન્ય રીતે કલેક્શનના આંકડા મહિનાની આખર તારીખ અથવા આવતા મહિનાની પહેલી તારીખ સુધીમાં આવી જતા હોય છે. વિશ્લેષકો માને છે કે GST સંગ્રહમાં મે મહિનામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. કારણ કે મે મહિનામાં લોકડાઉન હળવા કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી નથી.

લોકડાઉનને કારણે ફાઈલિંગની તારીખ લંબાવાઈ હતી
સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે રૂ. 5 કરોડથી ઓછા વાર્ષિક ટર્નઓવર સાથે નોંધાયેલા GST કરદાતાઓ જૂન, 2020ના અંતિમ સપ્તાહ સુધીમાં માર્ચ, એપ્રિલ અને મેના GSTR-3B (સમરી ઇનપુટ-આઉટપુટ રીટર્ન) ફાઇલ કરી શકે છે. આવા કરદાતાઓએ કોઈ વ્યાજ, લેટ ફી અને દંડ ભરવા પડશે નહીં. ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા અથવા તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા લોકો માર્ચ, એપ્રિલ અને મે 2020માં જૂન 2020ના છેલ્લા અઠવાડિયા સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. તેના પર નિયત તારીખથી વાર્ષિક 9%ના દરે વ્યાજ દરમાં ઘટાડો લાગુ થશે. વર્તમાન વ્યાજ દર વાર્ષિક 18% છે. આ વર્ષે 30 જૂન સુધીમાં જમા કરાવવામાં આવે તો લેટ ફી અને દંડ લેવામાં આવશે નહીં.

સરકારના આંકડાઓ પરથી કુલ GSTનું પરિણામ મેળવવું શક્ય નથી
સરકારના આંકડાઓ પરથી કુલ GSTનું પરિણામ મેળવવું શક્ય નથી કેમકે, સ્ટેટ GST (SGST) સામાન્ય રીતે કેન્દ્ર કરતા વધારે હોય છે. ઉદાહરણ તરીકે, માર્ચમાં CGST રૂ. 19,183 કરોડ હતું અને SGST રૂ. 25,601 કરોડ હતું. આ પછી ઇન્ટિગ્રેટેડ GST (IGST) આવે છે અને તે સ્પષ્ટ નથી કે તેમાંથી કેટલું રાજ્યને ફાળવવામાં આવે છે. IGST એપ્રિલમાં રૂ. 9749 કરોડ રહ્યું હતું. જોકે, ગયા વર્ષે એપ્રિલમાં તે માઈનસ -564 કરોડ રૂપિયા કરતા ઘણી વધારે હતી. જો માઈનસમાં કોઈ આંકડો હોય તો કેન્દ્ર દ્વારા એકત્રિત કરતા રાજ્યોને વધારે ફાળવણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...