એર ઈન્ડિયા / નુકસાનને કારણે મુંબઈથી ન્યુયોર્કની સીધી ફલાઈટ બંધ, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ નુકસાન

Due to damage due to direct flight from Mumbai to New York, Damage after Balakot Air Strike

  • નુકસાન છતા એર ઈન્ડિયા મુંબઈથી નેવાર્ક(ન્યુજર્સી) માટે સીધી ફલાઈટ્સ ચાલુ રાખશે
  • બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી, એર ઈન્ડિયાને ભારે નુકસાન

Divyabhaskar.com

May 20, 2019, 04:03 PM IST

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ મુંબઈથી ન્યુયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટ માટેની સીધી ફલાઈટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાએ આ નિર્ણય ટિકિટોના ઓછા વેચાણ અને નુકસાનને કારણે લીધો છે. ડિસેમ્બર 2018માં આ સીધી ફલાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે નુકસાન છતા એર ઈન્ડિયા મુંબઈથી નેવાર્ક(ન્યુજર્સી) માટે સીધી ફલાઈટ ચાલુ રાખશે.

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ નુકસાન થયું: એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈથી ન્યુયોર્ક માટે ત્રણ ફલાઈટ જતી હતી. ફેબ્રુઆરીમાં બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને તેનું એરસ્પેસ બંધ કર્યું હતું. એર સ્ટ્રાઈક બાદ એર ઈન્ડિયાને ખૂબ જ નુકસાન થયું. આ દરમિયાન આ સીધી ફલાઈટ્સ અચોક્કસ રીતે બંધ કરવામાં આવી હતી. એવી શકયતા હતી કે જૂનમાં તે ફરીથી શરૂ થશે. અધિકારીએ કહ્યું કે નુકસાનનું કારણે હવે અમે આ ઉડાણો બીજી વખત શરૂ કરવા માંગતા નથી.

એર ઈન્ડિયાની પાસે 16 બોઈંગ બી 777 ઈઆર પ્લેન: એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની લોહાનીએ કહ્યું કે એરલાઈન્સમાં ઠંડીમાં ઓપરેટ થનારી ફલાઈટ્સને સામેલ કરવામાં આવી નથી. તેની શરૂઆત ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી થશે અને તે આગામી વર્ષના માર્ચ સુધી ચાલુ રહી શકે છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાની પાસે 16 બોઈંગ બી 777-ઈઆર પ્લેન છે, જેમાંથી ચાર બંધ પડ્યા છે. ચાર પ્લેનમાં કંઈકને કંઈક ખામી છે અને તેના સ્પેયર પાર્ટ્સ મળી રહ્યાં નથી.

અમેરિકાની ફલાઈટ્સમાં 80 ટકા સુધી બુકિંગ: અમેેરિકાથી દિલ્હી આવનારી એરલાઈન્સની મોટા ભાગની ફલાઈટ્સમાં 80 ટકા સુધી બુકિંગ રહે છે. એર ઈન્ડિયા નેવાર્ક, વોશિંગ્ટન, શિકાગા, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્કની ફલાઈટ્સ માટે બોઈંગ 777-ઈઆર એરક્રાફટને ઓપરેટ કરે છે. શિકાગોની ફલાઈટ દિલ્હી સિવાય હૈદરાબાદથી પણ ઓપરેટ થાય છે.

X
Due to damage due to direct flight from Mumbai to New York, Damage after Balakot Air Strike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી