ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સ:સપ્લાય વધતા ડ્રાયફ્રૂટની કિંમતો 65% સુધી ઘટી, ગિફ્ટ માંગ વધી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય લોકો ઉપરાંત કોર્પોરેટ્સમાં પણ ડ્રાયફ્રૂટસની ખરીદીનો ટ્રેન્ડ

દેશમાં દિવાળીના પર્વ દરમિયાન કંપનીઓમાં કર્મચારીઓને ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સ આપવાનું ચલણ વર્ષોથી છે ત્યારે આ વર્ષે દિવાળી દરમિયાન કંપનીઓએ ડ્રાયફ્રૂટ્સની ખરીદી માટે ઓછી રકમ ચૂકવવી પડશે.

વાસ્તવમાં, છેલ્લા બે વર્ષથી કોવિડ-19, અફઘાનિસ્તાન સંકટ, કોલંબિયામાં દુકાળની સ્થિતિ જેવા કારણોસર ડ્રાયફ્રૂટ્સની સપ્લાય ઘટી હતી. જેને કારણે કિંમતોમાં 60-68% સુધીનો વધારો થયો હતો. પ્રતિબંધોને કારણે માંગ અને વેચાણ પણ ઓછું હતું. પરંતુ આ વર્ષે દરેક પ્રકારની અડચણો દૂર થઇ છે. અફઘાનિસ્તાનમાં પણ સ્થિરતા છે અને કોવિડ ખતમ થયો છે. તદુપરાંત આર્થિક ગતિવિધિઓ પણ પૂર્વવત થઇ છે. ડ્રાયફ્રૂટ્સની મજબૂત સપ્લાયથી કિંમતોમાં પણ ગત વર્ષની તુલનાએ 65%નો ઘટાડો થયો છે.

કોર્પોરેટ્સમાં ગિફ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સને પસંદગી
ગત બે વર્ષ દરમિયાન ગિફ્ટમાં ડ્રાઇફ્રૂટ્સ આપવામાં અસમર્થ કોર્પોરેટ સેક્ટર આ વર્ષે ગિફ્ટ માટે ડ્રાયફ્રૂટ્સની ધૂમ ખરીદી કરી રહ્યું છે. દિલ્હી સ્થિત ડ્રાયફ્રૂટ્સના હોલસેલ માર્કેટ ખારી બાવલી માર્કેટમાં રોનક વધી છે. મિઠાઇ ઉત્પાદકો ઉપરાંત કોર્પોરેટ સેક્ટરમાં પણ ગિફ્ટ માટે ડ્રાયફ્રૂટ્સની જ બોલબાલા છે. આ વર્ષે ડ્રાયફ્રૂટસનો કારોબાર 10-15 ટકા વધીને 25 થી 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.

એપ્રિલ-ઓગસ્ટની વચ્ચે કાજુની આયાત 72% વધી
સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2022-23માં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન દેશમાં કાજુની આયાત અંદાજે 72% વધીને 8.77 લાખ ટન, કિસમિસની આયાત 14% વધી 5,202 ટન, અખરોટની આયાત 7% વધીને 482 ટન અને કેસરની આયાત 190% વધીને 31.75 ટન થઇ છે.

અન્ય સમાચારો પણ છે...