તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Double Hit On Mountain Tourism ... Business Worth Rs 3,700 Crore Stalled Due To Corona And Now Landslides, 10,000 Hoteliers Affected

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પર્વતોના પ્રવાસન પર બેવડો માર... પહેલાં કોરોના અને હવે ભૂસ્ખલનથી 3,700 કરોડનો બિઝનેસ ઠપ, 10 હજાર હોટલ વ્યવસાયી અસરગ્રસ્ત

દહેરાદૂન, શિમલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આપત્તિ પહેલાં અને પછી આવી છે સ્થિતિ

પર્વતો પર કુદરતના બેવડા મારે પર્યટન વ્યવસાયની કમર ભાંગી નાખી છે. પહેલાં કોરોનાનો કેર અને પછી ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી અર્થતંત્ર પડી ભાંગ્યું છે. દેશનાં બે મોટાં પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલમાં 3,700 કરોડનો બિઝનેસ ઠપ થઈ ચૂક્યો છે.

10 હજારથી વધુ હોમ સ્ટે સંચાલક અને હોટલ વ્યવસાયી પ્રભાવિત થયા છે. અનેક વ્યવસાયી દેવા હેઠળ દબાઈ ગયા છે. અનેક હોટલ વેચવા મજબૂર છે. બંને રાજ્યોમાં પર્યટન વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા આશરે 12.5 લાખ લોકોની આવક લગભગ ઠપ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે હજુ પણ 298 રોડ બંધ છે.

ચાર ધામ યાત્રાના તમામ રસ્તા ભૂસ્ખલનને કારણે બંધ થઇ ગયા છે. વરસાદને જોતા બંને રાજ્યોમાં મોટા પાયે પર્યટકોએ ઓનલાઈન બુકિંગ રદ કરી દીધી છે. ટૂંકમાં આ વખતે પર્યટન બિઝનેસ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ઉત્તર ભારત સહિત હિમાલય ક્ષેત્રના તમામ રાજ્યોમાં પર્યટન ઉદ્યોગ ઠપ થઈ ગયા છે તેના કારણે હજારો લોકો સામે રોજગારીનું ગંભીર સંકટ ઊભું થયું છે.

ઉત્તરાખંડ : 92% કમાણી બંધ, 8 લાખથી વધુ લોકોને અસર...
કોરોનાથી પહેલાં 2019માં પર્યટનથી ઉત્તરાખંડમાં લગભગ 2 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. 60% કમાણી ચાર ધામ યાત્રાથી થાય છે જે હજુ તો શરૂ જ ના થઇ શકી. વ્યવસાય સાથે સંકળાયેલા 8 લોકો આર્થિક સંકટમાં છે. હોટેલ યુનિયના અધ્યક્ષ સંદીપ સૈની કહે છે કે આશરે 1,500 હોટલ અને 4,657 હોમ સ્ટે છે. કોરોના પહેલાં દર વર્ષે 6 કરોડ પર્યટકો આવતા હતા. 3.5 કરોડ ધાર્મિક હતા. તે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ સાહિબ આવતા હતા. આ વખતે 92% કમાણી પ્રભાવિત થઈ છે.

હિમાચલ : 80% બિઝનેસ ડાઉન, 4.5 લાખ કર્મી આર્થિક સંકટમાં...
પર્યટન વિભાગના નિર્દેશક અમિત કશ્યપ કહે છે કે પહેલાં દર વર્ષે 1.65 કરોડ સહેલાણી આવતા હતા. કોરોના બાદ 2020માં 32 લાખ, 2021માં 20 લાખથી પણ ઓછા સહેલાણી આવ્યા. ભૂસ્ખલને આંકડો વધુ ઘટાડી દીધો. આર્થિક તથા આંકડાકીય વિભાગના સંયુક્ત નિર્દેશક અનુપમ શર્માએ કહ્યું કે 1,700 કરોડનો બિઝનેસ દર વર્ષે થાય છે. જે બે વર્ષમાં 80% ડાઉન થઈ ગયો છે. અહીં 3,350 હોટલ, 1,656 હોમ સ્ટે અને 222 એડવેન્ચર સાઈટ છે. વ્યવસાય સાથે સંકળાયેલા 4.5 લાખ લોકો આર્થિક સંકટમાં છે.

વધુ માર હોમ સ્ટેના સંચાલકોએ લોન લઈ બનાવેલા બંગલાઓ સૂના પડ્યા
ઉત્તરાખંડમાં 4,657 હોમ સ્ટે અને હિમાચલમાં 1,656 હોમ સ્ટે આવેલાં છે. મોટા ભાગના લોકોએ લોન લઈ આ પ્રતિષ્ઠાન ઊભા કર્યા હતા. આવા લોકોને 2 વર્ષથી હપ્તા ભરવા ફાંફા મારવા પડી રહ્યા છે. અનેક વ્યવસાયી તેમના ખિસ્સાથી કર્મચારીઓના પગાર, વીજળી, પાણીના ખર્ચા ઉપાડી રહ્યા છે. સ્થિતિ એવી બની ગઈ છે કે લોકો હવે વ્યવસાય વેચવા લાગ્યા છે. ધર્મશાળા, મેક્લોડગંજમાં લગભગ 70-80 હોટલો વેચાવાની તૈયારીમાં છે. આ જ સ્થિતિ કુલ્લુમાં પણ છે. ભૂસ્ખલન બાદ ઓનલાઈન બુકિંગ પણ રદ થઈ ગયાં છે.

ઉત્તરાખંડ સરકારે 200 કરોડની સહાય જાહેર કરી
ઉત્તરાખંડ સરકારે પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે 200 કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે. તેમાં હોમ સ્ટે સંચાલકોને છ મહિના સુધી 2 હજાર રૂપિયા દર મહિને મળશે. ટ્રાન્સપોર્ટ અને બોટ વ્યવસાયને 5થી 10 હજાર રૂપિયા અપાશે. પર્યટન સચિવ દિલીપ જાવલકરે કહ્યું કે જલદી જ સહાયની રકમ વેપારીઓના ખાતામાં જમા કરાશે. જ્યારે બીજીતરફ હિમાચલ પ્રદેશ સરકારે પણ પર્યટન સાથે સંકળાયેલા તેમના વ્યવસાયીઓને સસ્તી લોન આપવાની વાત કહી છે. આ અંગે રૂપરેખા જલદી જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...