• Gujarati News
  • Business
  • Domestic Gas Cylinder Goes Up By Rs 15, Petrol By 30 Paise And Diesel By 35 Paise Per Liter

ભાવ વધારો:ઘરેલુ ગેસ સિલિન્ડર 15 રૂપિયા મોંઘો થયો, પેટ્રોલ 30 પૈસા અને ડિઝલ 35 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવાર પહેલા સામન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમત ફરી વધી છે. ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવ 15 રૂપિયા વધાર્યા છે.

દિલ્હીમાં રસોઈ ગેસ સિલિન્ડર 899.50 રૂપિયા થઈ
આ વધારા પછી રાજધાની દિલ્હીમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધી 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. જ્યારે 5 કિલોનો સિલિન્ડર હવે 502 રૂપિયામાં મળશે. ઓઈલ કંપનીઓએ એક ઓક્ટોબરે 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી વધાર્યા હતા.

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો
પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. તે પછી પેટ્રોલ 102.94 અને ડીઝલ 91.42 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે. આ વખતે પાંચમી વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે.

CNG-PNGની કિંમત પણ વધી
નેચરલ ગેસના ભાવ વધવાથી CNG, PNB અને રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ(IGL)એ દિલ્હી-એનસીઆરમાં CNGના ભાવ 2.55 રૂપિયા પ્રતિ કિલો વધાર્યા છે. જ્યારે PNGની કિંમતમાં 2.10 રૂપિયા પ્રતિ ધનમીટરનો વધારો કર્યો છે.

આ વર્ષે પેટ્રોલ 19.03 અને ડીઝલ 17.36 રૂપિયા સુધી મોંઘુ થયું
આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડિઝલ 74.12 રૂપિયા પ્રતિ લિટર હતું. તે હવે 102.94 અને 91.42 રૂપિયા પ્રતિ લિટર થયું છે. એટલે કે 9 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 19.03 અને ડિઝલ 17.36 રૂપિયા સુધી મોંઘુ થયું છે.

26 રાજ્યોમાં પેટ્રોલ અને 6 રાજ્યોમાં ડિઝલ 100ને પાર
દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાના, પંજાબ, સિક્કિમ, ઉડીસા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને રાજસ્થાનના તમામ જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે.

બીજી તરફ ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ પેટ્રોલ 100 રૂપિયા લિટરને પાર પહોંચી ગયું છે. બીજી તરફ ડીઝલની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઉડીસા, તેલંગાના અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ તે હાલ પણ 100 રૂપિયા પ્રતિ લિટર છે.

અન્ય સમાચારો પણ છે...