તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી કોવિડ-19 સંબંધિત પડકારોનો સૌથી વધુ ભોગ બની છે. પરિણામે 2020-21માં હોસ્પિટાલિટી સેક્ટરનો ગ્રોથ 65 ટકા ઘટવાની સંભાવના છે. રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યા પ્રમાણે, હોસ્પિટાલિટી સેક્ટરની ગતિવિધિઓ બંધ રહેતાં સેક્ટરનો ચાર વર્ષનો નફો ધોવાઈ ખોટમાં તબદીલ થયો છે. વેક્સિન ઉપલબ્ધ થવા સાથે અન્ય વિસ્તારોમાં માગ ઝડપથી પરત ફરી છે. તહેવારોની સિઝનમાં પ્રવાસીય સ્થળો પર ધસારો જોવા મળતાં હોસ્પિટાલિટીની માગ વધી હતી. જો કે, લોકડાઉન, કરફ્યુ, સોશિયલ ડિસન્ટન્સિંગ પડકારરૂપ રહ્યા છે.
છેલ્લા થોડા સપ્તાહથી દેશ સહિત વિશ્વમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના લીધે માર્ચથી લોકડાઉન લાગૂ થતાં પરિવહન અને હોસ્પિટાલિટી સેક્ટર પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો. હોટલમાં ગ્રાહકોનો ટ્રાફિક આઠ માસમાં 18-20 ટકા સાથે તળિયે પહોંચ્યો હતો. જે ગતવર્ષની તુલનાએ 64-65 ટકાથી ઘટ્યો છે. એવરેજ રૂમ રેટ્સ પ્રતિ રાત રૂ. 3400-3500 હતો. જેમાં 35-40 ટકા ડિસ્કાઉન્ટ રહ્યુ હતું. જ્યારે આરઈવીપીએઆર 80 ટકા ઘટ્યા હતા. સપ્ટેમ્બર, 2020માં ધીમા ધોરણે સુધારો નોંધાયો છે. જો કે, એકંદરે ગ્રોથ નબળો રહેશે. દેશમાં આરઈવીપીએઆર 70-75 ટકા ઘટી પ્રતિ રાત રૂ. 900-1000 થશે. વાયરસના ઝડપી સંક્રમણના લીધે લોકડાઉન, ટ્રાવેલ પ્રતિબંધોની અસર રહેશે.
વિદેશી પ્રવાસન સેગમેન્ટમાં નેગેટીવ ગ્રોથ રહેશે
કોરોનાને લીધે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ રહેતાં વિદેશી પ્રવાસન સેગમેન્ટમાં ગ્રોથ મંદ કે નેગેટીવ રહી શકે છે. જો કે, સ્થાનિક ટુરિઝમ અતિઝડપે વધી રહ્યુ છે. કોર્પોરેટ ટ્રાવેલ અને બિગ-બોક્સ માઈસ ઈવેન્ટ્સ સેગમેન્ટમાં મોટા શહેરોની હોટલમાં રિકવર થવાનો સંકેત છે. હોટલમાં ગ્રાહકોનો ટ્રાફિક આઠ માસમાં 18-20 ટકા સાથે તળિયે પહોંચ્યો હતો.
આગામી વર્ષે આવકો 120 ટકા વધશે
ઈન્ડસ્ટ્રીની આવકો આગામી નાણાકીય વર્ષમાં 120 ટકા અને ઓપરેટિંગ માર્જિન 13-15 ટકા સુધી વધવાનો આશાવાદ ઈકરાના વાઈસ પ્રેસિડન્ટ અને સેક્ટર હેડ પવેથ્રા પોનૈયાએ વ્યક્ત કર્યો છે. મહામારી દરમિયાન ખર્ચમાં બચત માટે લેવામાં આવેલા પગલાંઓ ખાસ કરીને સ્ટાફમાં ઘટાડાનો લાભ થશે. આવકો વધશે. ઈન્ડસ્ટ્રી પ્રિ-કોવિડ સ્તરે પરત ફરતાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. ઓક્ટોબર, 2020થી તમામ મુખ્ય બજારોમાં ઓક્પન્સીમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે. લોકડાઉન બાદ બહાર ફરવા જતાં લોકોની સંખ્યાને ધ્યાનમાં લેતાં ગોવા જેવા બજારોમાં ટુરિઝમ પોઝિટીવ રહેશે. જયપુર-ઉદેયપુર જેવા વેડિંગ માર્કેટ, અને કુર્ગ ઉટી જેવા પ્રવાસન સ્થળોમાં માગ સકારાત્મક રહેશે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.