રિકવરીનો ટ્રેન્ડ:સ્થાનિક ઓટો ઇન્ડસ્ટ્રી નાણાવર્ષ 2024માં ઉચ્ચ સિંગલ ડિજિટ ગ્રોથ નોંધાવશે: ઇકરા

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્મશિયલ વ્હીકલ સેગમેન્ટમાં વોલ્યૂમમાં 6-10%ની વૃદ્ધિનો અંદાજ

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં આર્થિક ગતિવિધિઓમાં રિકવરી તેમજ પરિવહન સેવાનો વ્યાપ વધવાને કારણે સ્થાનિક ઓટો ઇન્ડસ્ટ્રીમાં ઝડપી રિકવરીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે અને નાણાકીય વર્ષ 2024 દરમિયાન ઉચ્ચ સિંગલ ડિજીટ સ્તરે વૃદ્ધિ નોંધાવે તેવો અંદાજ છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરા અનુસાર નાણાકીય વર્ષ 2023ની શરૂઆત દરમિયાન કેટેગરીની દૃષ્ટિએ પેસેન્જર તથા કોર્મશિયલ વ્હીકલ સેગમેન્ટના વોલ્યુમમાં વાર્ષિક અનુક્રમે 6-9% તેમજ 7-10%ની વૃદ્ધિ જોવા મળે તેવો અંદાજ છે. જ્યારે દ્વિચક્રી વાહનો તેમજ ટ્રેક્ટર્સના વોલ્યુમમાં અનુક્રમે 6-9% તેમજ 4-6%નો વધારો જોવા મળે તેવી વકી છે.

એજન્સી અનુસાર પેસેન્જર, કોર્મશિયલ અને ટ્રેકટર્સ સહિતના ઓટોમોટિવ સેગમેન્ટ્સમાં માંગનું સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું છે જેને કારણે ઇન્ડસ્ટ્રીમાં રોકાણ પણ વધી રહ્યું છે. તાજેતરના સમયગાળા દરમિયાન લગ્નસરાની મોસમ તેમજ તહેવારોની મોસમ દરમિયાન ટૂ-વ્હીલરના વેચાણમાં કેટલાક અંશે વૃદ્ધિને કારણે આશાવાદ જાગ્યો છે પરંતુ તેમાં હજુ પણ માંગનું સેન્ટિમેન્ટ લાંબા ગાળા માટે નબળુ જોવા મળી રહ્યું છે, જેને પરિણામે હજુ પણ ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રી વોલ્યૂમ કોવિડ-પૂર્વેના સ્તરને ક્રોસ કરવામાં સંઘર્ષ કરી રહી છે.

ટૂ-વ્હીલરની માફક એન્ટ્રી-લેવલ કાર સેગમેન્ટમાં પણ સેન્ટિમેન્ટમાં નરમાઇ જોવા મળી છે. સામાન્ય બજેટ 2023-24 દરમિયાન MGNREGA હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ રોજગારીના સર્જન માટે કેટલીક જોગવાઇને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ગ્રામ્ય ક્ષેત્રે આંતરમાળખાનો વિકાસ, સિંચાઇની સુવિધાનું વિસ્તરણ, પાક વીમા માટે અનેકવિધ સ્કીમ તેમજ એગ્રીકલ્ચર ક્રેડિટમાં વધારાજેવી જોગવાઇઓ સામેલ છે.

સ્કિલ ડેવલપ માટે એમજીએ કોલેજો સાથે એમઓયુ કર્યા
ઓટો સેક્ટરના મજબૂત ગ્રોથ સાથે આવનાર સમયમાં સ્કીલ કામદારોની જરૂરીયાત ઉદ્ભવશે તે માટે એન્જિનિયરિંગ કોલેજ સાથે એમજી મોટર્સે એમઓયુ સાઇન કર્યા છે. એમજી મોટર ઇન્ડિયાએ આજે એમજી Nurture પ્રોગ્રામના ભાગરૂપે 22 કોલેજો સાથે ચાર વર્ષમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓને કુશળ બનાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. એક એવી પહેલ છે જે વિદ્યાર્થીઓને ઇવી અને ઓટોનોમસ અને કનેક્ટેડ વ્હિકલ્સ પર ભારતભરની વિવિધ એન્જિનીયરીંગ કોલેજીસ અને આઇટીઆઇમાં હેન્ડઝ-ઓન અને અનુભવયુક્ત તાલીમની રીતે ફ્યુચર રેડી કુશળતા પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે. વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ અને મેન્ટરશિપની તકો પૂરી પાડશે, જેનાથી તેઓ પ્રોફેશનલ સેટિંગમાં મૂલ્યવાન અનુભવ અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે. વધુમાં, કંપની નવીનતમ ઉદ્યોગ વલણો અને ધોરણો સાથે સંરેખિત અભ્યાસક્રમ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે કોલેજો સાથે સહયોગ કરશે.

ઇવીનું માર્કેટ ઝડપી ગતિએ વિસ્તરણ કરી રહ્યું છે
કુલ ઇવી (ઇલેક્ટ્રિક વ્હીકલ)ના વેચાણમાં ટૂ-વ્હીલરનો હિસ્સો અંદાજે 85-90 ટકાની આસપાસ છે. સરકાર દ્વારા ઇવીના વેચાણને પ્રોત્સાહિત કરવા હેતુસર તેની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે જેને કારણે પણ તેના વેચાણને વેગ મળ્યો છે. સરકારના પ્રોત્સાહક પગલાંઓને કારણે ઇવીનું વેચાણ અને માર્કેટ ઝડપી ગતિએ વિસ્તરણ કરી
રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...