તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા પગલાં:રોકાણકારોને માત્ર રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ સાથે જ ડીલ કરવા નિર્દેશ

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટોક એક્સચેન્જ પર વધુ પડતું રિટર્ન આપવાના લોભામણાં વચનોથી છેતરાતાં રોકાણકારોને ભારતીય સ્ટોક એક્સચેન્જ એનએસઈ અને બીએસઈએ માત્ર રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ સાથે જ ડીલ કરવા નિર્દેશ કર્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જે નિવેદન જારી કરી જણાવ્યુ છે કે, રોકાણકારોએ રિટર્નની ખાતરી આપતાં કોઈ કરાર કે જોગવાઈ હેઠળ સ્ટોક બ્રોકર સાથે સિક્યુરિટીઝ કે ફંડ ટ્રાન્સફર કરવુ નહીં.

અમુક બિન રજિસ્ટર્ડ કંપનીઓ અને બિન નિયંત્રિત ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મ ભોળા રોકાણકારોને વધુ રિટર્ન આપવાના લોભામણાં વચનો આપી છેતરી રહ્યા છે. જેથી રોકાણકારોએ સેબી સાથે રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સની રજિસ્ટ્રેશન માહિતી ચકાસી ડીલ કરવી જોઈએ. જેથી તે કોઈપણ છેતરપિંડી માટે રેગ્યુલેટરી પગલાં લઈ શકે. તેમજ રોકાણકારોને સિક્યુરિટિઝમાં કોઈપણ રોકાણો, ડીલ કે કોન્ટ્રાક્ટ કરવાથી દૂર રહેવા સલાહ આપી છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.

તદુપરાંત તેણે ખોટા ઈમેઈલ- મેસેજથી અંજાઈને બિન રજિસ્ટર્ડ સ્કીમ કે પ્રોડક્ટસમાં વધુ પડતો પ્રોફિટ મેળવવાની લાલચ સાથે ટ્રેડિંગ કરવુ જોઈએ નહીં. અગાઉ બીએસઈ અને એનએસઈએ અનિયંત્રિત ડેરિવેટીવ પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરવા સૂચન કર્યુ હતું. જેમાં રોકાણકારોને મૂડી ગુમાવવાની શક્યતા વધી જાય છે.

એફએન્ડઓમાં 10 નવા સ્ટોક્સ સામેલ થયા
એનએસઈએ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ માટે દસ નવા સ્ટોક સામેલ કર્યા છે. જેમાં ડિક્સોન ટેક્નોલોજીસ, કેન ફિન હોમ્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ઈન્ડિયા એનર્જી એક્સચેન્જ, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ, ઈપ્કા લેબોરેટરિઝ, મલ્ટી કોમોડિટી એક્ચેન્જ ઓફ ઈન્ડિયા, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સોફ્ટવેર, પોલિકેબ ઈન્ડિયા, સિનઝેન ઈન્ટરનેશનલ સમાવિષ્ટ થયા છે. નવા કોન્ટ્રાક્ટ 27 ઓગસ્ટથી શરૂ થઈ ચૂક્યા છે. અગાઉ જુલાઈમાં એનએસઈએ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ઈન્ડિયન હોટલ્સ કંપની, અને મેટ્રોપોલિસ હેલ્થકેર સહિત ચાર સિક્યુરિટીઝનો એફએન્ડઓ સેગમેન્ટમાં સમાવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...