ડિજિટલ પરિવર્તન:સાયબર ફ્રોડ અટકાવવા માટે બ્રોકર્સને સુરક્ષા વધારવા નિર્દેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્કેટ રેગ્યુલેટર સેબીએ બ્રોકિંગ કોમ્યુનિટીને તેમના ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા સુરક્ષાના માપદંડો વધારવા નિર્દેશ કર્યો છે. તેમજ માર્કેટમાં રોકાણ પ્રક્રિયા સરળ બનાવવા ટેક્નોલોજી વિકસાવવા કહ્યું છે. એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (એન્મી)ને સંબોધતાં સેબીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર જીપી ગર્ગે બ્રોકર્સને ઈનોવેશન મારફત ગ્રાહકોને મહત્તમ લાભ આપવા અપીલ કરી છે.

તેમજ સુરક્ષિત ટેક્નોલોજી વિકસાવી ગ્રાહકો સાથે થતી સાયબર છેતરપિંડી અટકાવવા આહ્વાન કર્યું છે. મહામારીના દોરમાં ફાઈનાન્સિયલ અને ઈક્વિટી સહિત જીવનશૈલીમાં ડિજિટલ પરિવર્તન આવ્યું છે. લોકો ઓફલાઈનથી ઓનલાઈન તરફ વળ્યાં છે. રોકાણકારોને સરળ સુવિધા આપતુ સોલ્યુશન પૂરુ પાડવાની જરૂર છે. જે ભવિષ્યમાં સાયબર ફ્રોડથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય.

સરળ અને પારદર્શી ટેક્નોલોજીકલ સોલ્યુશન ટેક્નો-સાવી ન હોય તેવા રોકાણકારો માટે પણ સરળ બને છે. બીએસઈ, એનએસઈ, એમસીએક્સ અને અન્ય બજારોના 900થી વધુ સભ્યો અને બ્રોકર્સનું ગ્રુપ ધરાવતાં એન્મીના સર્વેમાં જાણવા મળ્યું છે કે, 92.6 ટકા સ્ટોક બ્રોકર્સે ટેક્નોલોજીમાં રોકાણો વધાર્યા હતા.

જ્યારે 65.8 ટકા લોકોએ બોર્ડ મીટિંગમાં ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી. બ્રોકર્સ ડિજિટાઈઝેશન પર ભાર મૂકી ટેક્નોલોજી અપગ્રેડ કરી રોકાણકારોને અનુકૂળ સેવાઓ આપવા પ્રતિબદ્ધ બન્યાં છે. મહામારીથી ફાઈ. ટેક્નોલોજીનો લેન્ડસ્કેપ બદલાયો છે. આજે મોટાભાગની કેપિટલ માર્કેટ કંપનીઓએ પોતાના બિઝનેસ મોડલને અપગ્રેડ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...