તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરાગત બેન્કિંગ સિસ્ટમ પર જોખમ:ડિજિટલ પેમેન્ટ એપ કંપનીઓ હવે સ્મોલ ફાઇનાન્સ બેન્કોના ગ્રાહકો પર ફોકસ કરી રહી છે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ પે, ફોન પે, અને એમેઝોન ટેક કંપનીઓ બેન્કોને હરીફાઈ આપશે

છેલ્લા અઢી વર્ષથી ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી પર નિર્ભરતા વધી રહી છે. તેના પગલે ગુગલ પે સહિત ટોચની ડિજિટલ પેમેન્ટ કંપનીઓ ભારતમાં ઝડપથી પોતાનો પગપેસારો કરી રહી છે. જે પારંપારિક બેન્કિંગ માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે. ગુગલ પે નાની બેન્કોના ટાઈમ ડિપોઝિટ પ્રોડક્ટસને વેગ આપી રહી છે.

ખાસ કરીને પોતાની રિટેલ જવાબદારીઓની ફ્રેન્ચાઈઝી ન ધરાવતી નાની બેન્કો જેમ કે, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સની ધિરાણ કામગીરી પેમેન્ટ કંપનીઓ ધીમે ધીમે હસ્તગત કરી રહી છે. ઈક્વિટાસ બેન્ક ગુગલ પેના ગ્રાહકોને વાર્ષિક 6.85 ટકા વ્યાજ આપશે. જેની દેખાદેખીમાં અન્ય બેન્ક પણ આ પગલાં લઈ રહી છે.

આ પગલાંની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. જે નાણાકીય સંસ્થાઓની નબળી કડી તરફ ઈશારો કરે છે ફિનટેક સ્ટાર્ટઅપ્સની તુલનામાં આલ્ફાબેટ, ફેસબુક ઈન્ક, અને એમેઝોન ડોટકોમ ફિઝિકલ બેન્કિંગ માટે મોટો પડકાર બની શકે છે. કારણકે, આ બેન્કોની પાસે ડિજિટલ પ્લેટફોર્મ પર બિઝનેસ કરવાનો ખાસ અનુભવ નથી. ડિપોઝિટની અછતનો સામનો કરી રહેલી બેન્કો લાખો ગ્રાહકોને ટેક્. ઈન્ટરમિડિયરીઝના હવાલે કરી શકે છે. જ્યાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પોતાનુ વર્ચસ્વ સ્થાપશે, બીજી બાજુ બેન્ક બેન્કિંગ નિયંત્રણ ગુમાવશે.

ચીનની ટોચની ટેક કંપનીઓ અગાઉ પણ પારંપારિક ધિરાણદારોને જડમૂળમાંથી દૂર કરવા સરળ બાબત હોવાનું ઉદાહરણ પૂરુ પાડી ચૂકી છે. ટેક કંપનીઓ પર ગ્રાહકોનું નેટવર્ક ઝડપથી વધી રહ્યું છે. જેથી બેન્કોના ક્રેડિટ સ્કોરની તુલનામાં રિયલ ટાઈમ નોન ફાઈનાન્સિયલ ડેટા ટ્રેડ કરનારમાં તે વધુ શક્તિશાળી સાધન બની શકે છે. ચીનની કંપની અલીબાબાએ પણ આ જ કામ કર્યું હતું. ડિજિટલ ટેક્નોલોજી કંપનીઓ સરળ અને અનુકૂળ છે. ખાસ કરીને બેન્કોની બોજારૂપ માહિતી અને કેવાયસી જેવી પ્રક્રિયામાં ડિજિટાઈઝેશન સરળ છે. કેવાયસીની તુલનામાં વોલેટમાંથી ગ્રાહકની ઓળખ સરળતાથી થઈ શકે છે.

ગૂગલ પે, ફોન પે લોકપ્રિય પેમેન્ટ એપ
દેશમાં મોટાભાગના ગ્રાહક બેન્ક એપ અથવા કાર્ડ મારફત ટ્રાન્જેક્શન કરવાને બદલે ગુગલ પે અને ફોન પેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ બંને વોલેટ મારફત જુલાઈમાં રૂ. 5 લાખ કરોડના ટ્રાન્જેક્શન કર્યાં હતાં. જે અન્ય બેન્ક અને 50 એપ પર કરવામાં આવેલા કુલ ટ્રાન્સફરની તુલનાએ 85 ટકા વધુ છે.

50 કરોડ ગ્રાહકોનો આધાર મળશે
ફેસબુકની વોટ્સએપ પેમેન્ટ એપ સંપૂર્ણપણે તૈયાર થશે ત્યારે મેસેજિંગ સર્વિસના 50 કરોડ ભારતીય યુઝર્સ તેનો ફાઈનાન્સિયલ ઉપયોગ કરશે. ડિજિટલ પેમેન્ટ એપ મારફત 2 મિનિટમાં નાણાકીય વ્યવહારો થાય છે. પરિણામે વધુને વધુ લોકો બેન્કિંગના બદલે એપ ટ્રાન્જેક્શનને પ્રાથમિકતા આપશે.

સરકારે બેન્કોને સુરક્ષા આપવાની જરૂર
સરકારી બેન્કોને વધુ સારી સુવિધા આપવાની જરૂર પડશે. તેમજ રેગ્યુલેટર્સ સાથે લોબી કરી કરેલા ટેક્ દિગ્ગજો પર લગામ લગાવી પડશે. ગત સપ્તાહે જારી રિપોર્ટ અનુસાર, એમેઝોન, ગુગલ અને ફેસબુક પણ ભારતમાં નવી પેમેન્ટ નેટવર્ક બનાવવાની હોડમાં હતા. જો કે, ડેટા સેફ્ટીની ચિંતાઓના લીધે રિઝર્વ બેન્કે તેમના લાયસન્સ હોલ્ડ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...