સોમવારે એક સાથે ચાર આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. તે પૈકી મજબૂત ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી છતાં વિન્ડલાસનું 12 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું. જ્યારે અન્ય 3 આઇપીઓનું એવરેજ 17 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું. તે પૈકી દેવયાની ઈન્ટરનેશનલ રૂ. 90ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 141 ખુલી છેલ્લે 37.06 ટકા પ્રિમિયમે 123.35 પર બંધ રહ્યો હતો.
કિશ્ના ડાયગ્નોસ્ટિક્સ રૂ. 954ની ઇશ્યૂ પ્રાઇસ સામે 3.85 ટકા પ્રિમિયમ સાથે રૂ. 990.75 અને એક્સારો ટાઈલ્સ રૂ. 120ની ઇશ્યૂ પ્રાઇસ સામે 10.21 ટકા પ્રિમિયમ સાથે રૂ. 132.25 બંધ રહ્યો હતો. સેકન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે આઈપીઓ માર્કેટની ઝાકમઝોળ ઝાંખી થઈ છે. વિન્ડલાસ બાયોટેકે 12 ટકા ડિસ્કાઉન્ટ જોવા મળ્યુ છે.
છેલ્લા બે હેલ્થકેર આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા
ફાર્મા સેગમેન્ટના બે આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા છે. વિન્ડલાસમાં આજે 5 ટકા ડિસ્કાઉન્ટ જ્યારે અગાઉ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સે પણ બમ્પર પ્રિમિયમના બદલે 3.92 ટકાના નજીવા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યુ હતું. જે હાલ 1.80 ટકા રિટર્ન આપી રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં આ સેગમેન્ટના અત્યારસુધી 5 આઈપીઓ લિસ્ટિંગ કરાવી ચૂક્યા છે.
IPOની હારમાળા જારી
ચાલુ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 8 આઈપીઓ માત્ર ઓગસ્ટ માસમાં અત્યારસુધી યોજાઈ ચૂક્યા છે. ઓગસ્ટ અંત સુધીમાં ફાઈનાન્સ સેક્ટરના વધુ રૂ. 4128 કરોડના 3 આઈપીઓ યોજાવાની શક્યતા છે. અમી ઓર્ગેનિક્સના રૂ. 300 કરોડના આઈપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 400 સુધીના પ્રિમિયમ ચાલે છે.
રુચિ સોયાના 4300 કરોડના એફપીઓને મંજૂરી
બાબા રામદેવના પતંજલિ ગ્રૂપ હસ્તગત રુચિ સોયાના રૂ. 4300 કરોડના એફપીઓને સેબીએ અંતે મંજૂરી આપી છે. જે આગામી સપ્તાહે યોજાવાનો સંકેત છે. એફપીઓ દ્વારા પ્રમોટર્સ 9 ટકા સુધીનો હિસ્સો વેચી એકત્ર કરશે.
નુવોકો, કારટ્રેડનું એલોટમેન્ટ મંગળવારે
નુવોકો અને કારટ્રેડનુ એલોટમેન્ટ આજે જ્યારે લિસ્ટિંગ 23 ઓગસ્ટે થશે. ઉપરાંત એપ્ટસ વેલ્યૂ અને કેમપ્લાસ્ટ સનમારના શેર એલોટમેન્ટ 18 ઓગસ્ટે અને લિસ્ટિંગ 24 ઓગસ્ટના રોજ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.