દેશમાં મધ્યમ વર્ગ ઝડપથી વધી રહ્યો છે. થિંક ટેન્ક ‘પીપલ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમી’ (પ્રાઇસ) 5-30 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને મધ્યમ વર્ગ માને છે. તેમની સંખ્યા વધીને 31% થઈ જ્યારે 2004-05માં તે માત્ર 14% હતી.
આ જ કારણ છે કે પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ ભારતીય ગ્રાહકોએ અર્થતંત્રમાં નોંધપાત્ર વપરાશ જાળવી રાખ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી મધ્યમ વર્ગની આવકમાં સતત વધારો થઇ રહ્યો હોવાના કારણે ખર્ચમાં પણ વૃદ્ધિ થઇ રહી છે જેના કારણે દેશના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે આવનારા પાંચ વર્ષમાં આ રેશિયો વધી 40 ટકાથી વધી જશે તેવું અનુમાન છે. મહત્વની વાત એ છે કે દેશમાં સાંસદોની વાર્ષિક આવક 30 લાખ રૂપિયાથી ઓછી છે જે મધ્યમ વર્ગની અપર મર્યાદા (કિંમત પ્રમાણે) છે.
‘પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ’ અનુસાર તમામ ભથ્થાં સહિત સાંસદોની વાર્ષિક આવક 27.6 લાખ રૂપિયા છે. છતાં દેશની સરેરાશ માથાદીઠ આવક કરતાં લગભગ 16 ગણી છે. કેન્દ્રીય આંકડાકીય મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23માં માથાદીઠ આવક પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 1,70,620 રહેવાનો અંદાજ મૂક્યો છે.
19 લાખથી પણ ઓછી આવકના લોકો ધનિક વર્ગમાં
‘વર્લ્ડ ઇનઇક્વાલિટી ડેટાબેઝ’ના અહેવાલ અનુસાર 2021માં 18.6 લાખ રૂપિયા કે તેથી વધુની વાર્ષિક આવક ધરાવતા 1% સૌથી ધનિક ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આંકડાઓ અનુસાર દેશના મધ્યમ વર્ગના 40% લોકોની અંગત સંપત્તિ 2021માં 3 લાખ રૂપિયાથી થોડી વધુ હતી.
નાણામંત્રી પણ મધ્યમ વર્ગના
નાણામંત્રી નિર્મલા સીતારમણે 15 જાન્યુઆરીએ કહ્યું હતું કે તે પોતાને એક સામાન્ય મધ્યમ વર્ગની મહિલા માને છે. આ સંદર્ભમાં તેણી જાણે છે કે આ વર્ગના લોકો ખર્ચના સંદર્ભમાં કેવા પ્રકારના દબાણનો સામનો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.