• Gujarati News
  • Business
  • Despite The Hub In Gujarat Milk Production, Rising Prices Hit Dairy Industries, Reduced Profit Margins

ટ્રેન્ડ:ગુજરાત દૂધ ઉત્પાદનમાં હબ છતાં કિંમતો વધતા ડેરી ઇન્ડસ્ટ્રીઝને અસર, નફાના માર્જિન ઘટ્યાં

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 23%, 8 કરોડ ખેડૂતો દ્વારા વાર્ષિક 210 MT ઉત્પાદન

ગુજરાત એગ્રી કલ્ચર સેક્ટરમાં ટોચનું સ્થાન ધરાવે છે સાથે-સાથે પશુપાલક અને દુધ અને ડેરી પ્રોડક્ટના ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દુધની કિંમતોમાં થયેલા વધારાના કારણે અને ડેરી પ્રોડક્ટ પર જીએસટીના અમલના કારણે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના નફાના માર્જિન પર સરેરાશ 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. આગામી સમયમાં તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે તેની પણ મોટા પાયે માગ ખુલશે જેના કારણે હજુ આગામી ત્રણેક મહિના સુધી નફાના માર્જિન સંકોચ હેઠળ રહેશે. દુધની કિંમતોમાં જેટલો વધારો થયો છે તેટલો વધારો અન્ય પ્રોડક્ટ પર આવ્યો નથી ઉલટું જીએસટીનો પણ બોજ પડ્યો છે આમ સેક્ટરને બેવડો માર સહન કરવો પડી રહ્યો હોવાનું વાસ્તુ ડેરીના સીએમડી ભૂપતભાઇ સુખડીયાએ જણાવ્યું હતું.

કોરોના મહામારી માદ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો હતો. હેલ્થ પ્રોડક્ટ એવા એટુ દુધની માગ વધતા ઇન્ડસ્ટ્રીઝ સરેરાશ 14-16 ટકાના દરે વૃદ્ધિ પામી હતી પરંતુ છેલ્લા ચારેક મહિનાથી ટ્રેન્ડ બદલાવા લાગ્યો છે. ભારતમાં 8 કરોડથી વધુ ડેરી ખેડૂતોની પ્રબળ બહુમતી નાના અને સીમાંત ખેડૂતોની છે (સરેરાશ 2 ગોવાળિયા ધરાવે છે) જે તેને વાર્ષિક 210 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન સાથે વિશ્વનો નંબર વન ડેરી રાષ્ટ્ર બનાવે છે. તેમજ વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 23 ટકાથી વધુ રહ્યો છે. ડેરી ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથનું ચાલકબળ પશુપાલન ઇન્ડસ્ટ્રીઝ છે.

દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત માર્કેટ લીડર છે. ગુજરાતમાં સરેરાશ 35-40 લાખ લોકો પશુપાલન વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. ભારત 6 ટકા વૃદ્ધિ સાથે વિશ્વના ડેરી સેક્ટરમાં અગ્રેસર છે. માથાદીઠ દૈનિક 427 ગ્રામની ઉપલબ્ધતા ઘરાવે છે. દૂધએ દેશની એકમાત્ર સૌથી મોટી કૃષિ કોમોડિટી છે જેનું મૂલ્ય રૂ.9.32 લાખ કરોડ છે.

ડેરી ફોર પોષણ અને આજીવિકા મુદ્દે સંમેલન
ડેરી ફોર પોષણ અને આજીવિકા માટેની થીમ પર કેન્દ્રિત વૈશ્વિક અને ભારતીય ડેરી ઉદ્યોગના અગ્રણીઓ,નિષ્ણાતો,ખેડૂતો અને નીતિ આયોજકોનું એક મંડળ આઇડીએફ વર્લ્ડ ડેરી સમિટ 2022નું 12 સપ્ટેમ્બરે મળશે. IDF WDS 2022માં ભાગ લેવા માટે 50 દેશોમાંથી લગભગ 1500 પ્રતિભાગીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા,ફ્રાન્સ,જર્મની,કેનેડા,ધ ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાંથી ભૌતિક સહભાગિતા માટે નોંધપાત્ર સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે. વિશ્વ ડેરી સમિટ ડેરી ખેડૂતો, નેતાઓ, નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, વ્યાવસાયિકો માટે એક ઉત્તમ તક હશે.

કોરોના બાદ હેલ્થ પ્રત્યે જાગૃતિ વધતા ઉત્પાદન સામે માગ ઝડપી વધી
કોરોના મહામારી બાદ હેલ્થ પ્રત્યે જાગ્રૃતી વધતા દુધના ઉત્પાદન સામે માગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત લોકો સૌથી વધુ એટુ મીલ્ક તરફ ડાયવર્ટ થયા છે. ભારતમાં દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિ મોટાભાગે નાના અને સીમાંત ડેરી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે જેમાં સરેરાશ 2-3 પશુઓ હોય છે. છેલ્લા 8 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 44% થી વધુનો વધારો થયો છે જેમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સમયમાં દુધનું ઉત્પાદન વધે છે. હાલ હવે ભાવમાં વધારાની શક્યતા નથી . > ભૂપત સુખડીયા, સીએમડી-વાસ્તુડેરી.

અન્ય સમાચારો પણ છે...