બ્લૂમબર્ગમાંથી:કોરોનામાં સૌથી વધુ અસર છતાં વિશ્વમાં 1000 નવી હોટલો ખૂલી

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • USમાં 2020ના અંત સુધી 775 નવી હોટલો ખૂલશે

કોરોના મહામારીથી વિશ્વમાં સૌથી વધુ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ અસરગ્રસ્ત બની છે. હોસ્પિટાલિટી ડેટા ફર્મ એસટીઆરના જણાવ્યા અનુસાર માર્ચમાં સમગ્ર યૂરોપમાં હોટલોમાં ઓક્યુપેન્સી રેટ 30 ટકાથી પણ નીચે પહોંચ્યો હતો. અમેરિકામાં આ દર લગભગ અડધો રહ્યો હતો. એ પણ જ્યારે સૌથી વધુ હોટલોએ ભાડા ઘટાડી દીધા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે હોટલ ઇન્ડસ્ટ્રીઝ આ સમયે સૌથી રિસ્કી છે. અને નવા બિઝનેસ શરૂ ન કરવો જોઇએ. આમ છતાં અમેરિકા સહિત વિશ્વભરમાં સરેરાશ 1000 નવી હોટલો ખૂલ્યા છે. અથવા તેનું ઉદ્ઘાટન થનાર છે.

એટલા માટે કોરોનામાં ખુલી રહી છે નવી હોટલ
એક હોટલ બનવામાં બેથી પાંચ વર્ષનો સમય લાગે છે. બાંધકામ પૂર્ણ થયા બાદ ઓપરેશનમાં વધુ સમય ખર્ચાળ બની રહે છે. લક્ઝરી હોટલમાં 50 ઓક્યુપેન્સીથી ખર્ચ નિકળી જાય છે. ઓક્યુપેન્સી 70 થાય તો સારી કમાણી થઇ શકે છે.

પોઝિટિવ ટ્રેન્ડ

  • વિશ્વમાં હિલ્ટને 60 હોટલ ખોલી, મેરિયટે 163 પ્રોપર્ટીનું ઉદ્ઘાટન કર્યું
  • નોબૂ હોટલે અગાઉના મહિનામાં શિકાગો, લંડન અને વર્સાયમાં 3 નવી હોટલ શરૂ કરી
  • અમેરિકામાં 2020ના અંત સુધીમાં 775 નવી હોટલ ખુલશે તેવી શક્યતા
અન્ય સમાચારો પણ છે...