તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Dennis Coates, Britain's Female CEO, Also Surpassed Pichai, Musk And Cook In Terms Of Wages; 4750 Crore Package

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સ:બ્રિટનની મહિલા CEO ડેનિસ કોટ્સે વેતન બાબતે પિચાઈ, મસ્ક અને કૂકને પણ પાછળ છોડ્યા; 4750 કરોડનું પેકેજ

લંડન19 દિવસ પહેલાલેખક: બેન્જામિન સ્ટપલ્સ
  • કૉપી લિંક
ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ બેટ 365ની સ્થાપક અને સીઈઓ ડેનિસ કોટ્સ. - Divya Bhaskar
ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ બેટ 365ની સ્થાપક અને સીઈઓ ડેનિસ કોટ્સ.
  • ડેનિસ કોટ્સ બ્રિટનની સૌથી શ્રીમંત મહિલા છે, બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સમાં પણ સામેલ

દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનારા સીઈઓની ચર્ચા કરીએ તો પ્રથમ નામ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું આવે છે, ત્યાર પછી એલન મસ્ક, ટિમ કૂક અને સત્યા નડેલા જેવી હસ્તીઓ છે. જોકે, બ્રિટનની એક મહિલા સીઈઓએ વેતન બાબતે આ દરેકને પાછળ પાડ્યા છે. ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ બેટ 365ની સ્થાપક અને સીઈઓ ડેનિસ કોટ્સને નાણાકિય વર્ષ 2020માં રૂ.4750 કરોડનું પેકેજ મળ્યું છે. 53 વર્ષની કોટ્સ બ્રિટનની સૌથી ધનિક મહિલા પણ છે અને હવે તે દુનિયાના સૌથી મોટું પેકેજ મેળવનારા સીઈઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

બ્લૂમપર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તે પહેલાથી જ દુનિયાના સૌથી ધનિક 500 લોકોમાં સામેલ છે. છેલ્લા એક દાયકામાં કોટ્સે રૂ.11 હજાર કરોડથી વધુની કમાણી કરી છે. લગભગ બે દાયકા પહેલા શરૂ થયેલી બેટ-365ને ઓનલાઈન ગેમ બેટિંગને કારણે ફાયદો થયો. કંપનીની નેટવર્થ લગભગ રૂ.30 હજાર કરોડ છે. કંપનીએ 2020માં રૂ.28,400ની કમાણી કરી, જે આગલા વર્ષની સરખામણીએ 8% ઓછી છે.

શેફીલ્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિસ્કમાં ગ્રેજ્યુએશન પછી કોટ્સે પોતાના પિતાની ગેમ્બલિંગની દુકાનોની એક નાનકડી ચેઈનની એકાઉન્ટન્ટ બની હતી. 22 વર્ષની વયે તે એમડી બની અને દુકાનોની સંખ્યા વધવાની સાથે જ બિઝનેસને ઓનલાઈન લઈ જવાનો નિર્ણય લીધો. સ્ટોક સિટી ફૂટબોલ ક્લબની માલિકી તેની પાસે છે. બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સમાં સામેલ 17 બ્રિટિશ ધનાઢ્યોમાં કોટ્સ એકમાત્ર મહિલા છે.

ગેમ્બલિંગ દ્વારા કમાણી : કોટ્સે લીધી સુંદર પિચાઈથી બમણી સેલરી
બ્લૂમબર્ગ પે ઈન્ડેક્સ અનુસાર ડેનિસ કોટ્સને લગભગ રૂ.4750 કરોડ મળ્યા, જ્યારે આલ્ફાબેટ(ગૂગલ)ના સીઈઓ સુંદર પિચાઈને 2144 કરોડ મળ્યા હતા. ટેસ્લાના સીઈઓ મસ્કને રૂ.3591 કરોડનું પેકેજ મળ્યું હતું. એપલના સીઈઓ ટીમ કૂકને રૂ.957 કરોડ, જ્યારે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને રૂ.306 કરોડની સેલરી મળી હતી. કોટ્સે કોરોના સામે જંગ માટે બ્રિટનની સરકારને રૂ.100 કરોડથી વધુની મદદ કરી હતી. (* વેતનમાં ભથ્થા, ડિવિડન્ડ, બોનસ અને અન્ય બાબતો સામેલ છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો