તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બજેટમાં MSME ડિફોલ્ટ મર્યાદા એક કરોડથી ઘટાડી 5-10 લાખ કરવા માગ

નવી દિલ્હી​​​​​​​22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

2021-22નું બજેટ સૌથી વધુ અપેક્ષાઓથી ભર્યુ છે. 2021ના ​​બજેટમાં એમએસએમઇ ક્ષેત્રને પણ સરકાર તરફથી ઉચ્ચ અપેક્ષાઓ છે. એમએસએમઇ ખાસ કરીને ચુકવણીના વિલંબથી છૂટકારો મેળવવા માગે છે. વળી, તેઓ એવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, બજેટમાં સરકારે નાના ઉદ્યોગો પાસેથી સરકારી ખરીદી વધારવાની જાહેરાત કરવી જોઈએ. દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં ચેમ્બર ઓફ ઇન્ડિયન માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝના પ્રમુખ મુકેશ મોહન ગુપ્તાએ કહ્યું હતું કે, વિલંબિત ચુકવણી (બાકી પેમેન્ટ)ની મોનિટરિંગ સિસ્ટમ સુધારવી જોઈએ. ચુકવણીમાં વિલંબ થતાં એમએસએમઇને મોટાપાયે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

એનસીએલટી દ્વારા વધારવામાં આવેલી ડિફોલ્ટ મર્યાદા એક કરોડથી ઘટાડીને 5-10 લાખ કરી દેવી જોઈએ. ઓનલાઇન લોન મંજૂરી એ જ ઉદ્યોગો માટે છે કે, જે બે-ત્રણ વર્ષથી કાર્યરત છે. પરંતુ સ્ટાર્ટઅપ્સ માટે આવું કોઈ પ્લેટફોર્મ નથી. તેમના માટે આ પ્રકારનુ પ્લેટફોર્મ હોવું જોઈએ. જ્યારે બીજી બાજુ ભારતીય એમએસએમઇના ફેડરેશનના સેક્રેટરી જનરલ અનિલ ભારદ્વાજે જણાવ્યા અનુસાર, નાના ઉદ્યોગો પાસેથી 25 ટકા સરકારી ખરીદીનો કેન્દ્ર સરકારનો જે નિયમ છે. તે રાજ્ય સરકાર માટે પણ બનાવવો જોઈએ. વડા પ્રધાન જે પ્રકારનાં ફેડરલ કો-ઓપરેટિવ સિસ્ટમ્સની વાત કરી રહ્યા છે, તેમાં રાજ્યોની ખરીદીમાં એમએસએમઇનો હિસ્સો વધારવા માટે પ્રોત્સાહન આપવું પડશે. છેલ્લા 6-8 મહિના બધા ઉદ્યોગો માટે પીડાદાયક રહ્યા છે. ઘણા ખાતા એનપીએ થઈ ગયા છે અથવા તો એનપીએ બનવાની આરે છે. એનપીએ અંગે સરકારે સ્પષ્ટ અને વ્યાપક નીતિ ઘડવાની જરૂર છે.

MSMEનો હિસ્સો વધારવા રાજ્યોને પ્રોત્સાહન મળે
એમએસએમઇ સેક્ટરનો હિસ્સો વધારવા માટે રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે જેના કારણે મોટા ભાગના રાજ્યોમાં નવા એમએસએમઇ યુનિટો શરૂ થશે, ઉત્પાદનને વેગ મળશે. આ ઉપરાંત બજેટમાં અન્ય એમએસએમઇ ઉદ્યોગકારો દ્વારા એનપીએ અંગે સ્પષ્ટ અને વ્યાપક નીતિની રચના, લોન માટે બેન્કોના નિયમોમાં ઉદારીકરણ અપનાવે તેવી માગ કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser